વડોદરા : આગામી 28 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકેત આવનાર છે. તે દિવસે વડાપ્રધાન ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફટના એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાની સાથે અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરે તેવી પ્રાથમિક માહિતી મળી રહીં છે.
આ સમયે તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ હાજર રહે તેવી સંભાવનાઓ છે.વડોદરામાં પૂરથી દુર્ગંધથી ભરપૂર ખુલ્લી વરસાદી કાંસ અને ઝુપડાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોઇ ન જાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ સ્થલ નજીક અંદાજીત 500 મીટર લાંબી અને 20 ફુટ ઊંચી લોખંડની દિવાલ ઉભી કરી દેવામાં આવી છે. કારણ કે, જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાની વિકાસના કામ અર્થે ગ્રાન્ટ મળતી હોય અને મહાનગર પાલિકા પાસે પણ પોતાની તિજોરી છે. તેમ છતાંય કહેવાતી સ્માર્ટ સિટી વડોદરાની આવી હાલત હોય તો વડાપ્રધાનને ખુલ્લી વરસાદી કાંસ અને ઝુપડાઓ જોવા નહીં ગમે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ પહેલી વખત વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં અને પ્રજાઓ તેમને રેકોર્ડ બ્રેક મત આપી દિલ્હી પહોંચાડ્યા હતા. વડાપ્રધાન માટે વડોદરા તેમની કર્મ ભૂમિ છે, તેવું તેમણે અનેક વખત પોતાના ભાષણમાં કહ્યું છે અને તે વાત સાચી પણ છે. કારણ કે, તેમને સંઘના કાર્યમાં ઘણો લાંબો સમય વડોદરામાં વિતાવ્યો છે. તાજેતરમાં આવેલા પૂરમાં વડોદરાની શું હાલત થઇ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ સારી રીતે જાણે છે. નરેન્દ્ર મોદી એ પણ જાણે છે, વડોદરાના નેતાઓ અને પાલિકામાં બેઠેલા પદાધિકારીઓ ખેલ કરી રહ્યાં છે. અને ઢાંક પીછોડો શરૂ કર્યો છે .
Reporter: admin