News Portal...

Breaking News :

T20 વર્લ્ડ કપ2024ની જીત સાથે મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત

2024-06-30 10:58:41
T20 વર્લ્ડ કપ2024ની જીત સાથે મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત


જેણે આધુનિક ક્રિકેટ કોચિંગના ભારે દબાણમાં વચ્ચે પણ ગૌરવ અને શાલીનતાથી સફળતા સુધીની સફર બતાવી. 


જો કે 11 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું ટાઇટલ જીત્યા બાદ 'ધ વૉલ'  પણ ભાવુક થયા હતા. જેવી જ ફાઈનલના 'પ્લેયર ઓફ ધ મેચ' વિરાટ કોહલીએ દ્રવિડને ટ્રોફી આપી કે તરત જ તેણે પોતાની અંદરની લાગણીઓ વ્યક્ત કરતા જુસ્સાભેર સેલિબ્રેશન કર્યું હતું.એક અલગ જ અંદાજમાં 'ધ વોલ' જોવા મળ્યા હતા. દ્રવિડને આવું કરતા જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે. તેઓ ગેરી કર્સ્ટનની જેમ શાંતિથી કામ કર્યું હતું.કોચ તરીકેના પડકારો આસાન ન હતા,  કારણ કે તેમની પાસે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ફેન ફોલોઈંગ ધરાવતી ટીમ હતી અને જેમાં જાણીતા સ્ટાર્સ છે. 


2021માં શ્રીલંકા સામેની સીમિત ઓવરોની સીરિઝ બાદ જ તેના પડકારો શરૂ થયા હતા. એ જ વર્ષમાં નવેમ્બરમાં તેને સત્તાવાર રીતે ભારતના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના પહેલા, રવિ શાસ્ત્રીના કોચ હેઠળ ભારતે સારું પ્રદર્શન કર્યું હતું, તેથી તેમના પર ટીમને આગળ લઈ જવાની મોટી જવાબદારી હતી. મેદાન પરના પડકારો ઉપરાંત સુપરસ્ટાર્સથી ભરેલા ભારતીય ડ્રેસિંગ રૂમને હેન્ડલ કરવું પણ ઓછું પડકારજનક ન હતું. તોઓ જાણતા હતા કે નાની બાબત પણ મોટી વાત બનતા વાર નથી લાગતી. પરંતુ દ્રવિડમાં પરિસ્થિતિઓ અને લોકોને હેન્ડલ કરવાની સારી ક્ષમતા છે, જેનો તેણે કોચ તરીકે પૂરો ઉપયોગ કર્યો. તેણે એવું વાતાવરણ બનાવ્યું જેમાં દરેક ખેલાડી ખીલી શકે.

Reporter: News Plus

Related Post