News Portal...

Breaking News :

લેબેનોનમાં રેડિયો સિસ્ટમ હેક કરવાની ઘટના : 80 હજારથી વધુ શંકાસ્પદ ઈઝરાયલી કૉલ

2024-09-24 21:01:49
લેબેનોનમાં રેડિયો સિસ્ટમ હેક કરવાની ઘટના : 80 હજારથી વધુ શંકાસ્પદ ઈઝરાયલી કૉલ



લેબેનોન : ઈઝરાયલે લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ હુમલો કરીને વિશ્વભરને ચોંકાવી દીધુ છે. હવે લેબેનોનમાં વધુ એક ખતરનાક રીત અપનાવી ભયાનક હુમલો કર્યો છે. થોડા દિવસો પહેલા લેબેનોનમાં પેજર સહિતના ગેજેટ્સમાં અનેક બ્લાસ્ટ થયા બાદ હવે રેડિયો સિસ્ટમ હેક કરવાની ઘટના બની છે. એટલું જ નહીં રેડિયો સિસ્ટમ હેક કરવામાં આવી ત્યારે ઈઝરાયલી મેસેજ શરૂ થઈ ગયો હતો, જેના કારણે ત્યાં ઘણી અફરાતફરી મચી ગઈ છે.



લેબેનોનમાં રેડિયો સિસ્ટમ હેક થયાની ઘટના બની છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, રેડિયો નેટવર્ક પર અચાનક ઈઝરાયલનો મેસેજે શરૂ થઈ ગયો હતો, જેમાં લોકોને હિઝબુલ્લાના વિસ્તારો ખાલી કરવા તેમજ સુરક્ષિત સ્થળે જતા રહેવા કહેવાયું હતું. લેબેનોનમાં પેઝર, વૉકી-ટૉકી, સોલર એનર્જી સિસ્ટમમાં બ્લાસ્ટ થયા બાદ રેડિયો સિસ્ટમ હેક થવાના કારણે લોકો ભયભીત થઈ ગયા છે.



લેબેનોનમાં ઈતિહાસમાં પ્રથમવખત આવો હુમલો થયા બાદ હિઝબુલ્લાના આતંકવાદીઓ પણ ચોંકી ગયા છે. તેણે તેના તમામ લોકોને ગેજેટથી દૂર રહેવાની સલાહ આપી છે. ઈઝરાયલ તરફથી સોમવારે અનેક લોકોને કૉલ કરવામાં આવ્યા હતા, જેમાં પોતાના ઘરો અને બિલ્ડિંગો તુરંત છોડી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. લેબેનોનમાં લગભગ 80 હજારથી વધુ શંકાસ્પદ ઈઝરાયલી કૉલ આવ્યા હતા.

Reporter: admin

Related Post