નવી દિલ્હી : સાયબર ફ્રોડને કાબુમાં રાખવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છ લાખ મોબાઈલ ફોન અને 65 હજાર જેટલી શંકાસ્પદ યુઆરએલ (URL) બ્લોક કરી દીધી છે.
ગૃહ મંત્રાલયના સાયબર વિંગ I4Cએ સાયબર ક્રાઇમ મામલે 17 હજાર ફરિયાદ મળતાં છ લાખ મોબાઈલ ફોન અને 65 હજાર જેટલી શંકાસ્પદ યુઆરએલ (URL) બ્લોક કરી દીધી છે. આ સિવાય 800 જેટલી મોબાઈલ એપ પણ બંધ કરી દેવાઈ છે.
વર્ષ 2023માં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (એનસીઆરપી) પર એક લાખથી વધુ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમને લગતી ફરિયાદો મળી છે અને દેશભરમાં 17 હજારથી વધુ FIR નોંધાઈ છે. આ ઉપરાંત જાન્યુઆરી 2024થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ડિજિટલ એરેસ્ટની છ હજાર, ટ્રેડિંગ સ્કેમની 20,043, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 અને ડેટિંગ ચીટિંગની 1725 ફરિયાદ મળી છે.
I4C વિંગની સ્થાપના 5 ઓક્ટોબર, 2018 ના રોજ ગૃહ મંત્રાલયના સાયબર અને સૂચના સુરક્ષા વિભાગ અંતર્ગત કરવામાં આવી હતી. જેનું પ્રાથમિક ઉદ્દેશ્ય દેશભરમાં સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓના ઉકેલ માટે રાષ્ટ્રીય સ્તરે કો-ઓર્ડિનેશન સેન્ટર સ્થાપિત કરવાનું છે. આ સેન્ટર તમામ રાજ્યોના કંટ્રોલ રૂમ સાથે જોડાઇને હાઇ પ્રાયોરિટી કેસની મોનિટરિંગ કરે છે. આ વિંગમાં પેરા મિલિટ્રી ફોર્સ અને સ્ટેટ પોલીસના જવાનોને નિયુક્ત કરવામાં આવ્યા છે.
Reporter: admin