ગાંધીનગર : ગુજરાતમાં પણ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 24થી 28 તારીખ સુધી વરસાદ વરસશે. બંગાળમાં સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ રહેશે. બંગાળમાં જે સિસ્ટમ સક્રિય બનશે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે.
ચોમાસુ વિદાય થતાં પણ ભારે વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે. બંગાળમાં સિસ્ટમ સક્રિય થતા ચોમાસું પુરૂ થવાની અને વિદાયની સાથે ભારે વરસાદ થશે. 24 થી 26 વાવાઝોડું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. બે વાવાઝોડા ઉપરાંત માવઠા થવાની પણ તેમણે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી મુજબ આ વખતે ગરમી પુષ્કળ પડવાની શક્યતા છે. નવેમ્બરથી ડિસેમ્બર માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તે સમયે ગળામાં માવઠું થશે.
Reporter: admin