રેસકોર્સ વિસ્તારમાં મેગીનો ધંધો કરતા વેપારી સહિત તેના સાગરિતોએ વડસર ખાતે રહેતા યુવકને ટ્રાયડેન્ટ કોમ્પ્લેક્સ પાસે લઈ જઈ જમીન પર સુવડાવી દીધા બાદ ઢોર માર માર્યો હતો. જેમાં યુવકને લોહી લુહાણ થઈ ગયો હોવા છતાં માર મારનારના નશામાં ધૂત હોય આજે તો તને બતાવી દઈશું તેમ કહી એકટીવા પર બેસાડીને સમતા પાસેના ગ્રાઉન્ડમાં લઈ જતા હતા. પરંતુ અન્ય વ્યાપારીઓએ યુવકને એકટીવા પરથી નીચે ઉતારી તેને બહેનને ફોન કરતા તેઓએ તાત્કાલિક દોડી આવી ભાઈને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.શુક્રવારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ રેસકોસ કોમ્પ્લેક્સ પાસે ફરી એક યુવકને માર મારી હત્યાની કોશિશ કરાઈ હતી. જેમાં એવી વિગત છે કે વડસર રોડ પર આવેલા યજ્ઞપુરુષ ડુપ્લેક્સમાં રહેતા શક્તિસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ (ઉં. વ.37) રેસકોર્સ પાસે મિત્રની લારી હોય ત્યાં ગયો હતો. મિત્રએ તેને કહ્યું હતું કે આ લારી મારી માલિકીની છે ત્યારે શક્તિસિંહ મારે પણ અહીંયા ધંધો શરૂ કરવો છે તેવું કહ્યું હતું. ત્યારબાદ યુવક આગળ સેવ ઉસળની લારી પર નાસ્તો કરવા માટે ગયો હતો. જેની જાણ ત્યાં જ મેગીનો ધંધો કરતા યુવરાજ નામના શખ્સને થઈ હતી. જેથી યુવરાજ તેના સાગરીતોને લઈનેલઈને તેની પાસે ગયો હતો અને કહ્યું હતું કે તારે અહીંયા ધંધો કરવાનો નથી.
જેથી યુવરાજ તેના સાગરીતોને લઈનેલઈને તેની પાસે ગયો હતો અને કહ્યું હતું કે તારે અહીંયા ધંધો કરવાનો નથી. યુવકે કહ્યું હતું કે મારા મિત્રની લારી છે હું ધંધો શરૂ કરીશ. જેથી યુવરાજે તેના અન્ય સાગરિતોને ત્યાં બોલાવી લીધા હતા અને ટ્રાઇડેન્ટ કોમ્પ્લેક્સની પાછળ લઈ જઈ જમીન પર સુવડાવીને ઢોર માર્યો હતો. માર મારમાર નશાની હાલતમાં દૂત હોય શક્તિસિંહને અધમુવો કરી નાખેલી હાલતમાં આજે તો તને પતાવી દઈએ તેમ કહી એકટીવા પર બેસાડી સમતા ગ્રાઉન્ડ પાસે લઈ જતા હતા. દરમિયાન આસપાસના અન્ય દુકાનના વેપારીઓએ તેને લઈ જતા રોક્યો હતો દરમિયાનદરમિયાન આસપાસના અન્ય દુકાનના વેપારીઓએ તેને લઈ જતા રોક્યો હતો દરમિયાન શક્તિસિંહની બહેન આવી જતા તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવકની બહેને જણાવ્યું હતું કે યુવરાજ મેગીના ધંધાની આડમાં વડી વાડી પાસે ખંડેર મકાનમાં દારૂનો ધંધો પણ કરે છે.
Reporter: News Plus