નોઈડાના બે યુવકોને સુરતમાં પુણાના સીતાનગર વિસ્તારમાં ગેરકાયદે ગોંધી તેના પરિવાર પાસે પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી. અપહ્રત બે યુવક પૈકી એકના માસિયાઈ ભાઈએ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દેતાં પોલીસ શંકમદોને ઊંચકી લાવી હતી. પરંતુ તે પહેલાં જ મુક્ત કરી દેવાયેલા બન્ને યુવક લાપતા થઈ જતાં પોલીસ ધંધે લાગી હતી. છેલ્લે પોલીસ ખુદ ફરિયાદી બની ચાર યુવકોને ઝડપી પાડયા છે. આ કાંડ ઓનલાઈન ગેમિંગનાં નાણાંને લઈને સર્જાયો હતો. જોકે, અપહ્રત દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ છે.નોઈડાથી સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકોને પુણા વિસ્તારમાં ગેરકાયદે ગોંધી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી. નાણાં નહિ આપે તો મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ કોલની વિગત નોઈડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે ત્રણ વાગ્યા બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી. અપહ્રત પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું.પોલીસે લોક લોકેશનના આધારે શોધી કાઢ્યાં.
પોલીસે લોકેશનના આધારે સ્થળે પહોંચી.અંકિતને જે નંબરથી ખંડણી માટે ફોન આવ્યો હતો તે ફોન નંબરનું લોકેશન પુણા વિસ્તાર બતાવતું હોવાનું પણ જણાવવામાં આવતાં કંટ્રોલ રૂમના જમાદાર દ્વારા ત્વરિત પુણા પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલો ગંભીર હોવાથી પુણા પોલીસની ટીમે આ નંબરનું લોકેશનને આધારે પુણા ગામ સીતાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પ્રકરણમાં પોલીસ ચારને ઊંચકી લાવી હતી. ત્યારબાદ થોડા પોલીસના એએસઆઇ ફરિયાદી બનીને ફરિયાદ નોંધી હતી.જેમની આ પ્રકરણમાં સામેલગીરી હતી તે ગોડાદરા ચામુંડા રેસીડેન્સીનાં ગોલ્ડ લોન એજન્ટ કમલેશ ગુણવંત કલસરીયા, ઉમેશ વિનુ કાતરીયા, સીતારામ સોસાયટીનાં યોગેશ ઉર્ફે યોગારામ રામજી જીંજાળા અને ગોડાદરા પ્રિયંકા ગ્રીન સીટીનાં વાલા ઉર્ફે લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે, આખું પ્રકરણ ઓનલાઇન ગેમમાં રૂપિયા જીતવાનો હતો. આ બંને યુવકો ઓનલાઈ ગેમમાં ખેલી તરીકે જાણીતા હોવાથી તેમને જીતવા માટે ત્રણેક દિવસ પહેલાં બોલાવવામાં આવ્યા હતા.
પિતાને ફોન કરી અઢી લાખ ટ્રાન્સફર કરાવ્યા.બંનેનો પરિચય સોશિયલ મીડિયાના ગેમિંગ ગ્રુપમાં થયો હતો. ગેમ રમવા માટે બે લાખ ભરવામાં આવ્યા હતા, પરંતુ જે હાર-જીતના નાણાં આ બંને ટ્રાન્સફર નહિ કરતાં હોવાતી તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી અઢી લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમિયાન પોલીસ પોતાને શોધી રહ્યાની જાણ થઇ જતાં બંનેને મુક્ત કરી દીધા હતા. પોલીસે ચારની ધરપકડ તો કરી છે, પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હોવાથી પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ રહેવા પામ્યું હતું
Reporter: News Plus