પુતિનના આમંત્રણ પર નોવો-ઓગાર્યોવો સ્થિત તેમના ઘરે પહોંચ્યા મોદી. જ્યાં તેમના ભવ્ય સ્વાગત ની તૈયારી થયેલ હતી. પુતિને ખુલ્લા હાથે ગળે લગાવી મોદી નું સ્વાગત કર્યું. મોદીને સાથે કાર માં બેસાડી ગાર્ડન બતાવ્યું . પુતિન ને પણ ખબર છે કે મોદી ને ગ્રીનરી ખુબ પસન્દ છે અને બાગ - બગીચા પર્યાવરણ ને શુદ્ધ કરે છે .
પુતિને નોવો-ઓગાર્યોવો સ્થિત તેમના ઘરે ખુબ શાનદાર સ્વાગત કર્યું ત્યાર બાદ અનૌપચારિક ચર્ચાઓ કરી. પુતિને પેહલા હાથ મિલાવ્યા અને પછી ગળે લગાડ્યા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના નિવાસસ્થાને મોદી ને આમંત્રણ આપ્યું હતું. બે દિવસની મુલાકાતે રશિયા પહોંચેલા પીએમ મોદીનું મોસ્કોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને એ ઇલેક્ટ્રિક ગોલ્ફ-કાર્ટમાં પણ સવારી કરી હતી.
આ દરમિયાન પુતિને મોદી ને બગીચા સુંદર બગીચા બતાવ્યા જે મોદી ને ખુબ ગમ્યા. મંગળવારે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સ્તરની સત્તાવાર બેઠક યોજાવાની છે. એરપોર્ટ થી હોયતેલ ડ્રોપ કરવા સુધી તેઓ સાથે રહ્યા હતા. એરપોર્ટ પર ભારતીયો નું પણ મોદી એ અભિવાદન કર્યું હતું. આ મુલાકાત થી બાકીના દુષ્મન દેશ ચોંકી ગયા છે અને આગળ ના કોઈ ખોટા નિર્ણય લેતા વિચાર કરશે. બને વચ્ચે ઘણી વાર સુધી અનૌપચારિક વાતો થઇ હતી
Reporter: News Plus