પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરેલ કથિત વિવાદસ્પદ ભાષણ નો વિરોધ સાવલી નાં ગામડાઓ સુધી પહોંચ્યો.
સાવલીનાં નટવર નગર , કનોડા,પોઇચા ગામ માં રૂપાલા ની ટીકીટ રદ કરવા ની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી કાઢવા માં આવી
ભાજપ તુજસે બેર નહિ રૂપાલા કી ખેર નહિ* જેવા સૂત્રો સાથે યુવાનો વડીલો જોડાયા .રૂપાલા નાં વિરોધ નું વાવાઝૂડું સાવલી તાલુકા નાં ગામડાઓ સુધી પહોચ્યું .રૂપાલા નાં વિરોધ માં સાવલી તાલુકા નાં ગામે ગામ રૂપાલા ની ટીકીટ રદ નહિ ત્યાં સુધી ભાજપ નાં કોઈ પણ કાર્યકરો ને પ્રવેશ બંધી નાં ઠેર ઠેર લાગ્યા બેનરો. સાવલી તાલુકા નાં મોટી સંખ્યા માં ક્ષત્રિય સમાજ ના આગેવાનો સાથે આજ રોજ રાજકોટ કૂચ કરી હતી આ વિરોઘ હવે ભાજપા ને નડશે તેમ જણાઈ રહીયુ છે. કારણ કે આ વિરોઘ ઘટવાના બદલે દિવસે ને દિવસે વઘી રહીયો છે.રૂપાલા ના વિરોઘ ના પગલે સામે પક્ષ ભાજપ મા ભારે ચિંતા નું મોજું ફરી વળ્યું છે. ભાજપા ના કેટલાક વડીલ નેતાઓએ આ વિરોધ ને રોકવા પ્રયત્નો શરૂ કરી દીઘા હોવાનું કહેવાય છે. પરંતુ રાજ્ય લેવલે ક્ષત્રિય લોકો નમતું જોખવા તૈયાર નથી જેથી ગામડાઓ મા વિરોઘ વંટોળ હજુ ચાલુજ છે.
Reporter: