સનાતન ધર્મ નો ઇતિહાસ ધરાવતી ઘટના જ્યારે પ્રભુ રામને એક તટથી બીજા તટ ઉપર જવું હતું ત્યારે તેમની સાથે તેમના ભાઈ લક્ષ્મણ તેમજ માતા સીતા જોડે હતા.
જે છેવટે તેમને તટ પાર કરાવ્યો તે નાથુબાબા કાર સમાજના આરાધ્ય ગણવામાં આવે છે જ્યારે ભગવાન રામનો રાજ્ય અભિષેક થયો ત્યારે આ કહેવતને વિસરવામાં આવ્યો ન હતો અને તેની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન રામનો રાજ્ય અભિષેક થયો હતો. આ કારણે જ નાથુ બાબાને કહાર સમાજના ઇષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેમની આ શોભાયાત્રા વડોદરા ના રાજમાર્ગ ઉપર નીકળી હતી.પરંપરા મુજબ વર્ષ દીઠ આ યાત્રા અમદાવાદ નીકળે છે જ્યારે તેના બીજા વર્ષે વડોદરા ખાતેથી તે પ્રસ્થાન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ યુવાઓ તથા માતા વડીલો જોડાય છે અને પોતાના ઇષ્ટદેવને યાદ કરી તેમના સ્મરણ કરી પાલકીમાં તેમની ચલિત પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે.
નાથુ બાબાનું જે વાહન છે નાવડી એ નાવડી સુરસાગર ના તળાવમાં મૂકવામાં આવે છે અને આ પ્રસંગે વડોદરા તેમજ દેશના તમામ જળાશયો પાણીથી છલોછલ ભરાઈ રહે અને દેશમાં કોઈને પણ પાણીની સમસ્યા ઉદભવે નહીં એવા પર્યાવરણ લક્ષી હેતુ સાથે આ યાત્રા નું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રામાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા ના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ આરએસએસના કાર્યવાહ વિનયભાઈ બોસેકર, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના તમામ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Reporter: News Plus