જાંબુઆના આવાસો બાદ હવે કિશનવાડીના બીએસયુપી આવાસોના 94 ટાવર પૈકી 28 ટાવરોના મકાનો જર્જરિત હોવાની નિર્ભયતાની નોટીસ પાલિકાએ પાઠવતા આવાસમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મકાન ખાલી કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ લોકોએ ઉચ્ચારી છે.
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા બીએસયુપી આવાસના મકાનોના 94 ટાવર પૈકી 28 ટાવરને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે આ જે મિલકત છે. ભયજનક હોય એ રહેવા લાયક સુરક્ષિત નથી. જેથી મકાન માલિકો ભોગવટા દારોને નોટિસ બજાવવામાં આવે છે. જેથી મકાનમાલિક કબ્જેદારોએ તાત્કાલિક મકાન ખાલી કરી નિર્ભય કરવું તેમજ રાહદારીઓએ આ મિલકત પાસેથી પસાર થવું નહીં અને અન્ય કોઈ દુર્ઘટના થશે તો પાલિકા જવાબદાર રહેશે નહીં તેમ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે આવાસોમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વિસ્તારના સામાજિક આગેવાને જણાવ્યું હતું કે વર્ષ 2008 માં મકાનો બન્યા અને 2010 થી લોકો રહેવા આવ્યા. જ્યારે 2006 માં આ મકાનો તોડ્યા હતા. વર્ષ 2008 સુધી તો લોકો ભાડેથી રહ્યા ઘણી મુશ્કેલી વેઠવી પડી અને પછી જ્યારે મકાનો મળ્યા ને બે વર્ષ જ થયા અને શરૂઆત થઈ ગઈ. એટલે 2012-13 માં મકાનોના સ્લેબ તૂટ્યા 2013 થી 2015 સુધી કોર્પોરેશનમાં અન્ય કોઈ વખત અમે રજૂઆત કરી છે. પણ એ વાત કોર્પોરેશનને ધ્યાનમાં ન લીધી ત્યારે 2014-15 માં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષામાં કેસ પણ દાખલ કર્યો અને 2022માં કેસનું જજમેન્ટ આવ્યું. જેમાં ચુકાદો પણ અમારા તરફ આવ્યો છે.
ત્યારે કોર્પોરેશન જાગ્યું પણ પછી તે વખતે કોર્પોરેશન એ ખાલી સ્લેબ રીપેર કરવાની વાત કરી અને સ્લેબ રીપેર કર્યો પણ મકાનો જે જોઈએ એવા રીપેર થયા નથી અને પાછા જર્જરિત થયા દિવાલો તૂટવા માંડી સ્લેબ તૂટવા માંડ્યા. ત્યારે કોર્પોરેશનને અમે રજૂઆત કરી અને એમની પાસે માંગણી કરી કે પણ એ વખતે કોર્પોરેશન એ અસંતોષની લાગણી વ્યક્ત કરી અને હાઇકોર્ટમાં ગયું અને ત્યાં પણ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખી અમને મકાન બદલી આપવાની વાત કરી હતી. તે કોર્પોરેશનને મંજૂર ન હતું અને તે ન થવાના કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોર્મમાં ગયું છે અને કોર્પોરેશન એ અમારા પર નોટિસ મોકલી છે અને નોટિસ નો જવાબ આપીશું. પણ હાલ જે પ્રમાણે જાંબુવાના મકાનો જર્જરિત થઈને સ્લેપ તૂટીને જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. તેવી જ રીતે કિશનવાડીમાં પણ આવાસના લોકો મોતના મુખમાં છે પણ કોર્પોરેશન આ જાંબુવાના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલી છે. એટલે નોટિસ ઈશ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે, જ્યારે અમે ચાર ચાર વર્ષથી ભાડા ભર્યા એ પછી તમે અમને મકાનો આપ્યા. હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું. બાકી તમારામાં તેવડ હોય તો મશીન લઈને આવજો તોડવા. બાકી અમે મકાનો ખાલી કરવાના નથી.
Reporter: News Plus