મોસ્કો: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાના પ્રવાસે છે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 'ચાઇ પે ચર્ચા' ની બેઠકમાં ઘણાં મુદ્દે ચર્ચા થઇ હતી.
બેઠક બાદ રશિયન આર્મીમાં કામ કરી રહેલા ભારતીયોને વતન પરત ફરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના પ્રસ્તાવનો સ્વીકારી કર્યો હતો.રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વડા પ્રધાન મોદીને તેમના ઘરે ચા માટે આમંત્રણ આપ્યું હતું. અહીં બંને વચ્ચેની વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ રશિયન સેનામાં કામ કરતા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ દરમિયાન પુતિને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા.વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ચા સાથે બેઠક દરમિયાન ઘણા મુદ્દાઓ પર અનૌપચારિક વાતચીત થઈ. બેઠક દરમિયાન પુતિને કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમનું આખું જીવન તેમના(ભારતના) લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે અને લોકો તેને અનુભવી શકે છે.
Reporter: News Plus