મુંબઈ : ઇન્ડીપોપ આઇકોન અને પોતાના ભારેખમ અવાજથી અલગ ઓળખ બનાવનાર ફેમસ ગાયિકા ઉષા ઉત્થુપના પતિ, જાનીચાકો ઉત્થુપનું સોમવારે નિધન થયું છે. તેમના પરિવારે જણાવ્યું કે તેમણે કલકત્તામાં અંતિમ શ્વાસ લીધા હતા.
જાનીએ પોતાના ઘરે ટીવી જોતાં જોતાં બેચેનીની ફરિયાદ કરી હતી. તેમને નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાર્ટ એટેકના કારણે થયું મોત પ્રાપ્ત માહિતી અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના લીધે તેમનું નિધન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાની ઉષા ઉત્થુપના બીજા પતિ હતા અને તે ચાની ખેતીના બિઝનેસ સાથે સંકળાયેલા હતા.
ઉષા અને જાનીની પહેલી મુલાકાત 70ના દાયકાની શરૂઆતમાં કલકત્તાના આઇકોનિક રેસ્ટોરેન્ટ ટ્રિંકાજમાં થઇ હતી. જાની પોતાના બે બાળકોને ત્યજીને આવ્યા હતા. તેમને એક પુત્ર અને પુત્રી છે. જાને ચાકો ઉત્થુપના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉત્થુપને મ્યૂઝિક ઇંડસ્ટ્રીઝ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉત્થુપને દેશના ત્રીજા સૌથી મોટા નાગરિકનું સન્માન, પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Reporter: News Plus