નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 130 કરોડ રૂપિયાના ત્રણ સુપર કમ્પ્યુટર્સને લોન્ચ કર્યા છે. આ હાઇ પર્ફોર્મન્સ સિસ્ટમનું નામ પરમ રુદ્ર આપવામાં આવ્યું છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા મોદીએ આ સિસ્ટમને લોન્ચ કરી હતી. આ સિસ્ટમ ઇન્ડિયન ટેક્નોલોજીને એક સ્ટેપ આગળ લઈ જઈ રહી છે. નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલા આ સુપરકમ્પ્યુટર્સને ખાસ કરીને હવામાન અને ક્લાઇમેટ માટે ઉપયોગ કરવામાં આવશે.સુપરકમ્પ્યુટર્સનો ઉપયોગ કોમ્પ્લેક્સ ડેટાને એનાલિસિસ કરવા અને કેટલાક એવા ટાસ્ક કરવા માટે થાય છે જે નોર્મલ કમ્પ્યુટર માટે શક્ય જ નથી. આ કમ્પ્યુટરની સ્પીડ અને પ્રોસેસર કલ્પનાની બહારના હોય છે.
આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે ક્લાઈમેટ મોડેલિંગ, મોલેક્યુલર બાયોલોજી અને જીનોમિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ, એન્જિનિયરિંગ અને મટિરિયલ સાયન્સ સિમ્યુલેશન્સ અને ડિફેન્સ અને એરોસ્પેસના ક્ષેત્રમાં કરવામાં આવે છે.
Reporter: admin