News Portal...

Breaking News :

ગેરકાયદે કોલ સેન્ટર સાથે ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું: CBIના દરોડા

2024-09-27 16:26:48
ગેરકાયદે કોલ સેન્ટર સાથે ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું: CBIના દરોડા


અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વધતા સાયબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં લઈ સીબીઆઈએ રીતસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે અને એક સાથે 35 જેટલા કૉલ સેન્ટર્સ પર તૂટી પડ્યા છે.


સીબીઆઈના આ અણધાર્યા એક્શનથી ગેરકાયદે કૉલ સેન્ટર ચલાવનારાઓ ફફડી ગયા છે. કૉલ સેન્ટર્સના માધ્યમથી લોભામણી લાલચો આપી જનતાને લૂંટતા સાઈબર ફ્રોડનો કહેર ગુજરાતમાં દિવસે દિવસે વધતો જાય છે.આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના નામ ખુલ્યા છે, જેને ત્યાં સીબીઆઇની ટીમ પહોંચી છે. આ તમામ લોકો અલગ અલગ રાજ્યમાં વસતા કે મુલાકાતે આવતા વિદેશી નાગરિકોને છેતરવાનું અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે પ્લાન કરી રહ્યા હતા. એફબીઆઈના ઇનપુટ બાદ આ તમામની ધરપકડ માટે સીબીઆઇ કામ કરી રહ્યું છે.


સૂત્રો પાસેથી એ માહિતી પણ મળી છે કે અલગ અલગ રાજ્યમાં ચાલતાં આવા કોલ સેન્ટર સાથે ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું છે. લગભગ 350 લોકોની ટીમ અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી હતી. આ રેડ દરમિયાન અનેક લોકો પાસેથી રૂપિયા પડાવવાનું આખું નેટવર્ક ગોવા, કોલકાત્તા, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદમાં સેટઅપ કરવામાં આવ્યું હતું.જોકે સીબીઆઈની આ રેડની આગોતરી જાણ શહેર પોલીસને ન હોવાનું પણ જાળવા મળ્યું છે. આ તમામ કાર્યવાહી અંગે સત્તાવાર નિવેદન હજુ મળ્યું નથી.

Reporter: admin

Related Post