મુંબઈ : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શો હવે જાતીય સતામણી અને માનસિક ત્રાસનું કેન્દ્ર હોવાની અટકળો વહેતી થઈ છે.
એક પછી એક કલાકારોના આરોપો અને ખુલાસાથી વિવાદ સર્જાયો છે. એક સમયે કન્ટેન્ટ અને અભિનય માટે ચર્ચામાં રહેતો શો હવે કલાકારો માટે માનસિક ત્રાસ અને સતામણીનો સેટ બની ગયો છે.હાલમાં જ શોની સોનુ ભિડે ઉર્ફે પલકે શુટિંગના સેટ પર અમાનવીય વ્યવહારનો સામનો કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. તેણે પ્રોડક્શન હાઉસ અને તેની ટીમ દ્વારા કનગડત થતી હોવાની જાહેરાત કરી છે. જેના લીધે તેને પેનિક અટેક પણ આવ્યો હતો. અને તે માનસિક તણાવનો સામનો કરી રહી છે.
આ શોના અન્ય ઘણા કલાકારોએ શોના મેકર્સ પર આરોપો મૂક્યા છે. જેમાં તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ કેસ કર્યા બાદ જેનિફર મિસ્ત્રી (મિસિઝ સોઢી)એ પણ શોના મેકર્સ પર જાતિય સતામણીનો આરોપ મૂક્યો હતો. મોનિકા ભદોરિયાએ પણ સેટ પર ખરાબ વર્તન થતુ હોવાનો આક્ષેપ કર્યો છે. અને હવે વધુ એક નામ ઉમેરાયું છે.
Reporter: admin