News Portal...

Breaking News :

કાનપુરમાં ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ફેનની સાથે મારપીટની ઘટના

2024-09-27 16:13:37
કાનપુરમાં ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ફેનની સાથે મારપીટની ઘટના


કાનપુર : ભારત-બાંગ્લાદેશની વચ્ચે બીજી ટેસ્ટ દરમિયાન બાંગ્લાદેશી ફેનની સાથે મારપીટની ઘટના સામે આવી છે. 


તે બાદ બાંગ્લાદેશી ચાહકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ભારતીય ચાહક પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશી ફેન સાથે મારપીટની ઘટનાને અંજામ આપ્યો. સોશિયલ મીડિયા પર મારપીટમાં ઈજાગ્રસ્ત બાંગ્લાદેશી ચાહકની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.


આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાં સુધી બાંગ્લાદેશનો સ્કોર 3 વિકેટ પર 93 રન હતો. ભારતે ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનના મોટા અંતરથી હરાવ્યુ હતુ. આ રીતે ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે.

Reporter: admin

Related Post