News Portal...

Breaking News :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત

2024-07-09 20:04:32
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત






ક્રેમલિન :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતે ત્યારે આજે તેમને રશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ અપોસલ’ થી સત્તાવાર રીતે સન્માનિત કર્યા છે.



વૈશ્વિક નેતા તરીકે વડાપ્રધાન મોદીનો દરજ્જો સતત વધી રહ્યો છે. ઘણા દેશોએ તેમને વિદેશી ધરતી પર તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ 15 દેશોએ વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. આમાં ઘણા મુસ્લિમ દેશો પણ સામેલ છે.



આ પહેલા વડાપ્રધાન મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ક્રેમલિનમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ભારત-રશિયા વચ્ચે પેટ્રોલ-ડીઝલ ડીલ અને આતંકવાદ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યુદ્ધના મેદાનમાં સમાધાન શક્ય જ નથી, શાંતિ માટે સંવાદ જરૂરી છે. આતંકવાદ તમામ દેશો માટે ખતરો છે. આ દરમિયાન તેમણે કોરોનાકાળ સમયે ભારત-રશિયા વચ્ચે થયેલી પેટ્રોલ-ડીઝલ ડીલની પણ પ્રશંસા કરી હતી. તો બીજીતરફ પુતિને કજાનમાં યોજાનાર બ્રિક્સ સંમેલન માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું છે. આ શિખર સંમેલન 22થી 24 ઓક્ટોબરે રશિયામાં યોજાવાનું છે.

Reporter: News Plus

Related Post