News Portal...

Breaking News :

શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ -વાવાઝોડાને લઈને પાલિકા તંત્ર સજ્જ.ચેરમેન

2024-07-09 20:18:54
શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ -વાવાઝોડાને લઈને પાલિકા તંત્ર સજ્જ.ચેરમેન







વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમા ભારે વરસાદ તથા અતિવ્રુષ્ટિ અને પુરના પ્રસંગે જાહેર જીવનમા અસુવિધા ઉભી ન થાય અને જાહેર / ખાનગી મિલકતોને નુકશાન ના થાય અથવા તો ઓછુ થાય તે માટે તકેદારીના ભાગરૂપે કરવાની થતી વ્યવસ્થા અને કાર્યવાહિ તથા લેવાપાત્ર પગલા સંદર્ભે પાલિકા તંત્ર સજ્જ.
વડોદરા શહેરના વિસ્તારોની સામન્ય રીતે સમતળ છે, તેમ ચત્તા કેટલાક વિસ્તારો નિચાણ વાડા હોઇ વધુ વરસાદ અથવા તો વિશ્વામિત્રી નદીમાં વધારાના પાણીના નિકાલ કરવાના પ્રસંગે નદીમા પુર આવવાના કારણે પાણી ભરાઇ જાય છે. સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિને પહોચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા પાછલા વર્ષોના અનુભવના આધારે તથા તમામ વિસ્તારોના લો સાયીંગ તથા પુરની પરિસ્થિતિ ઉભી કરે તેવા સ્થળોની અગાઉથે સર્વે કરી સાવચેતીના ભાગરૂપે યાદી બનાવી દિધી છે અને તા.૧, જુન ૨૦૨૪ના રોજ થી મુખ્ય પુર નિયંત્રણ કેંદ્ર(સીટી કંટ્રોલ એંડ કમાંડ સેંટર) ની શરૂઆત પણ કરી દેવામા આવી છે. સાથે ઇમરજન્સી સેવાઓ માટેના ટેલીફોન નમ્બરોની યાદી પણ જાહેર કરવામા આવેલ છે (ઇમરજન્સી સેવાઓ ૧૦૧, ૧૦૨, તથા લેવલની માહિતિ માટે ૮૨૩૮૦૨૩૩૩૭, ૨૪૨૬૧૦૧, ૨૪૨૩૧૦૧)   સાથે પેટા પુર નિયંત્રણ કેંદ્રો, રાજ્ય સરકારની કચેરીઓ સાથે સંકલન અને પુર પ્રસંગે અધિકારી અને કર્મચારીઓને ફરજોની સોપણી પણ કરી દેવામા આવી છે.


વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૨૦ રાહત કેંદ્રોનુ આયોજન કરેલ છે અને આ તમામ રાહત કેંદ્રો ઉપર જરૂરી રાહત સામગ્રી જેવી કે ફસ્ટ એઇડ બોક્ષ, તરાપા, વાંસ, દોરિયા, ત્રિકમ, બેટરી, ટોર્ચ, તથા જરૂરી માલસમાન સહ ૧૦ બેલદારોની વ્યવસ્થા તથા અધિકારે કર્મચારીઓની કામગીરીની વહેચણી સાથે જરૂરી વાહનો જેવાકે જીપ, સ્ટેશન વેગન, ડમ્પર, ની ફાળવણી કરવામા આવેલ છે સાથે જરૂરીયાતના સમયે વધારાના વાહનો અને એસ.ટી.બસ અંગેની પણ વ્યવસ્થા કરવામા આવશે.
વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોને સંકલનમા રાખી જોખમ ઉભુ ન થાય તેની કાળજી રાખી જરૂરી કામગીરી કરવા  ભુવા, ખાડા, ભયજનક ભાગને બેરીકેટિંગ કરવા, ધરાશયી થયેલા વ્રુક્ષોને હટાવવા, સ્ટ્રીટ લાઇટ નિભાવણી, ચેતવણીના બોર્ડ મુકવા, પાણેના નિકાલની વ્યવસ્થા કરવી, પુર વિસ્થાપિતો માટે આરોગ્યલક્ષી કામગીરી, રાહત કેંદ્રો ઉપર ફુડ પેકેટની વ્યવસ્થા, વાહકજન્ય રોગોને અટકાવવા જરૂરી દવાઓનો છંટકાવ કરવા સહિત પુરના દિવસોમા તમામ વોર્ડ ઓફિસો, ફરીયાદ કેંદ્રો, રાહત કેંદ્રો, વ્હિકલ પુલ, વર્ક્શોપ, રોડ શાખા, ગાર્ડન શાખા, આરોગ્ય શાખા, પાણી પુરવઠા,  જન સંપર્ક વિભાગ, સ્ટ્રીટ લાઇટ, ગેસ વિભાગ જેવી કચેરીઓ રજાના દિવસોમા પણ ૨૪ કલાક ચાલુ રાખવાનુ આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વરા આગમચેતીના ભાગરૂપે કરેલ છે.
 



શહેરમા વિવિધ ૧૯ જગ્યાએ ચેતવણીના ભાગરૂપે સાયરણ વગાડવમા આવશે* 
પુર શક્યતાની માહિતીના પ્રસારણ માટેની વ્યવસ્થાના ભાગરૂપે શહેરમા પડતા વરસાદની માહિતિ, તળાવોની સપાટીની માહિતિ તથા વિવિધ સ્થળોએ લગાવેલ ગેજીંગ લેવલોની માહિતિ દર કલાકે કંટ્રોલ રૂમ પર સમ્બંધિત અધિકારી દ્વારા જાણ કરવામા આવશે. વડોદરા શહેરમા વિવિધ ૧૯ જગોએ સાયરણ મુકવામા આવેલ છે જેના ઉપરથી ચેતવણીના ભાગરૂપે સાયરણ વગાડવમા આવશે જેમા વિશ્વામિત્રી નદી ૨૪ ફુટની સપાટે પહોચે તો ૨.૩૦ મિનિટ સુધી સતત સાયરણ વાગશે તથા ૨૬ ફુટની સપટીએ પહોચતાજ નાગરીકોને સ્થળાતરણની ચેતવણી આપવા માટે ૩૦ સેકંડ ચાલુ અને ૩૦ સેકંડ બંધ એ રીતે છ વખત સાયરણ વગાડવામા આવશે. આ સાથે વડોદરા શહેર અને જિલ્લાના જળ સંગ્રહ  સથાનો ઉપરથી દર કલાકે પાણીની આવક અને છોડવાની સાથે અન્ય સ્થળોના લેવલની માહિતિ મેળવી થનાર પરિસ્થિતિ અંગે તુર્ત જરૂરી પગલા ભરવા પણ સુચના આપી દેવામા આવી છે.
સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ વધુમા જણાવવામાં આવ્યું કે વડોદરા શહેરમા વિવિધ ૯૩ જેટલા લો લાઇન સ્થળો ઉપર જરૂરીયાત મુજબ કુલ ૧૩૬ હેલોજન ફોક્સ લગાડવામા આવેલ છે. વિશ્વામિત્રી નદીના પુરના પાણીનો  અસરગ્રસ્ત વિસ્તારોમા માઇકના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરવા ટિમોની રચના તથા વિવિધ ૬ રૂટ બનાવી દેવામા આવેલ છે.વિશ્વામિત્રી નદિ ૨૦ ફુટે પહોચે એટલે એલર્ટ મેસેજ આપવા તથા ૨૨ ફુટે પહોચે એટલે આકાશવાણી સ્થાનિક ટી.વી. ચેનલો તથા રેડિયોના માધ્યમથી એનાઉંસ્મેંટ કરવાની વ્યવસ્થા સાથે પુરની પરિસ્થિતિમા શહેરના તમામ વિસ્તારોમા શોધ અને બચાવ કામગીરી અસરકારક થાય તે માટે દરેક વોર્ડ્મા ૧૦ નંગ, બોયા, જેકેટ, તથા રસ્સા ની સાથે જરૂરી સ્ટાફ, સર્વે મુજબ નિચાણ વાડા વિસ્તારોમા બોટની ગોઠવણી, જેવી વ્યવસ્થા કરવામા આવેલ છે.

Reporter: News Plus

Related Post