News Portal...

Breaking News :

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો રિપોર્ટ: ૧૯૫૦થી ૨૦૧૫ સુધીમાં હિન્દુઓની વસતીમાં ઘટાડો થયો છે!

2024-05-10 08:30:41
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો રિપોર્ટ: ૧૯૫૦થી ૨૦૧૫ સુધીમાં હિન્દુઓની વસતીમાં ઘટાડો થયો છે!



૧૯૫૦માં મુસ્લિમોની વસતી ૯.૮૪ ટકા હતી, જે વધીને ૨૦૧૫માં ૧૪.૦૯ ટકા થઈ ગઈ છે.* 



નવી દિલ્હી : દેશમાં હાલ લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે.ત્રણ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. આવા સમયે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે દેશ અને દુનિય બહુમતી અને લઘુમતી વસતી અંગે એક અભ્યાસ કર્યો હતો, જેમાં દાવો કરાયો છે કે આઝાદી પછી ૧૯૫૦થી ૨૦૧૫ સુધીમાં હિન્દુઓની વસતીમાં ઘટાડો થયો છે જ્યારે આ જ સમયમાં મુસ્લિમોની સંખ્યામાં જંગી વધારો થયો છે. જોકે, આ રિપોર્ટ બાહર આવતાં જ કોંગ્રેસે સરકાર પર ચૂંટણી સમયે ધાર્મિક ધુ્રવીકરણને પ્રોત્સાહન આપતા દેશમાં વિભાજનનો આક્ષેપ કર્યો છે. 
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે દેશ અને દુનિયામાં બહુમતી અને લઘુમતી વસતી અંગે એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મુજબ દેશમાં બહુમતી હિન્દુઓની વસતી ૭.૮૨ ટકા ઘટી છે. ૧૯૫૦માં હિન્દુઓની વસતી ૮૪.૬૮ ટકા હતી, જે ૨૦૧૫માં ઘટીને ૭૮.૦૬ ટકા થઈ છે જ્યારે આ જ સમયમાં મુસ્લિમોની વસતીમાં ૪૩.૧૫ ટકાનો વધારો થયો છે. ૧૯૫૦માં મુસ્લિમોની વસતી ૯.૮૪ ટકા હતી, જે વધીને ૨૦૧૫માં ૧૪.૦૯ ટકા થઈ ગઈ છે. 



*વિપક્ષે ભાજપ પર દેશમાં ધાર્મિક વિભાજન કરવાનો આક્ષેપ મૂક્યો!*


લોકસભા ચૂંટણી સમયે જ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો આ રિપોર્ટ આવતા વિપક્ષ ભડક્યો છે. વિપક્ષે ગુરુવારે ભાજપ પર દેશમાં ધાર્મિક વિભાજન કરવાનો આક્ષેપ મૂક્યો હતો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, આપણે લોકોના જીવન સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવી જોઈએ. બેરોજગારી, ખેડૂત, મહિલાઓની સુરક્ષાના મુદ્દા પર વાત થવી જોઈએ. ભાજપવાળા તેમના મુદ્દા નીકાળે રાખે છે. તેથી આ મુદ્દા નથી. આ સાથે પ્રિયંકાએ આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. ઉલટાનું તેમણે પત્રકારને જ સવાલ કર્યો હતો કે, તમારી પાસે આ સવાલ કેવી રીતે આવ્યો? તમને જેમણે આ સવાલ આપ્યો છે તેમને જઈને પૂછો કે આ રિપોર્ટ કોણે મોકલ્યો છે? 




રાજદ નેતા તેજસ્વી યાદવે વસતી ગણતરી હાથ નહીં ધરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી અને કહ્યું કે, વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિનો રિપોર્ટ વોટ મેળવવા માટે ધાર્મિક વિભાજન કરવાના આશયથી રજૂ કરાયો છે. તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ દેશમાં મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવા માગે છે. 

Reporter: News Plus

Related Post