સંયુકત ખેતી નિયામક,વડોદરા વિભાગ હેઠળના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ,મહિસાગર અને દાહોદમાં ફરજ બજાવતા જિલ્લા ખેતીવાડી અઘિકારી, નાયબ ખેતી નિયામક (વિ), નાયબ ખેતી નિયામક(તાલીમ),મદદનીશ ખેતી નિયામક, ખેતીવાડી અઘિકારીઓની કૃષિલક્ષી કામગીરીની સમીક્ષા તથા આગામી ખરીફ સીઝનમાં કરવાની થતી કામગીરી આયોજન માટેની બેઠક જી.એ.ટી.એલનાં સહયોગથી GSFC યુનિવર્સિટી હોલમાં યોજાઈ હતી.
આ બેઠકમાં ગત વર્ષમાં યોજનાકીય કામગીરી ઓછી થઇ હોય તેવા ઘટકોમાં આગોતરૂ આયોજન કરી જરૂરી ક્ષતિઓ નિવારી મહત્તમ કામગીરી કરી શકાય તે માટેનું જરૂરી માર્ગદર્શન સંયુકત ખેતી નિયામક(વિ) શ્રી એમ.એમ.પટેલ દ્વારા ઉપસ્થિત અઘિકારીઓને આપવામાં આવ્યું હતું.બેઠકમાં યોજનાકીય કામગીરીની સમીક્ષા અને આયોજન બાબતે નાયબ ખેતી નિયામકશ્રી (ઇનપુટ)એસ.જે.પટેલ,ગુણવતા નિયંત્રણની કામગીરીની સમીક્ષા અને આયોજન અંગે મદદનીશ ખેતી નિયામકશ્રી કલ્પેશ કે.પટેલ તથા ડિઝીટલ ક્રોપ સર્વેની કામગીરી બાબતે મદદનીશ ખેતી નિયામકશ્રી કે.એસ. ઠકકરે સમજ આપી હતી.
આ બેઠકમાં યોજનાકીય કામગીરીનાં સંકલનમાં પડતી મુશ્કેલી નિવારવા સબંઘિત અઘિકારીઓ સાથે જી.એ.ટી.એલ ના જોઇન્ટ સી.ઈ.ઓ સુશ્રી રેણુકા ભટ્ટે જરૂરી ચર્ચા કરી હતી.
યોજનાકીય તેમજ ગુણવતાં નિયંત્રણને લગતી કામગીરીના સુચારૂ અમલીકરણ માટે વિગતવાર ચર્ચાઓ કરી અને વિભાગ હેઠળનાં તમામ સાત જિલ્લાઓ યોજનાકીય તેમજ ગુણવતા અંગેની કામગીરી કરનાર અઘિકારીઓને પ્રશસ્તીપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.સંયુકત ખેતી નિયામકશ્રી (વિ) વડોદરા વિભાગની કચેરીમાં ફરજ બજાવતાં મદદનીશ વહિવટી અઘિકારી, ખેતીવાડી અઘિકારીએા તથા બાઇન્ડરને પણ પ્રશસ્તીપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ બેઠકનું સફળ સંચાલન સંયુકત ખેતી નિયામકશ્રી (વિ) વડોદરા કચેરીના ટેકનિકલ, વહિવટી અને હિસાબી સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતું.
Reporter: News Plus