News Portal...

Breaking News :

અમેરિકાની ધરતી પર વધુ એક મંદિરમાં પ્રતિષ્ઠા- આચાર્યશ્રી રાકેશપ્રસાદજી

2024-07-12 18:26:55
અમેરિકાની ધરતી પર વધુ એક મંદિરમાં પ્રતિષ્ઠા- આચાર્યશ્રી રાકેશપ્રસાદજી





શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થ સ્થાન વડતાલના ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં આમંત્રણ આપવા આચાર્ય મહારાજશ્રી એવં સંતો મહંતો વિચરણ કરી રહ્યા છે. 
દ્વિશતાબ્દી વર્ષમાં અમેરિકાની ધરતી પર ટેલફોડ મુકામે શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢનો મુર્તી પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઊજવાયો. વડતાલથી વર્તમાન ગાદિપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ૫૦ સંતો સાથે મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમા છેલ્લા આઠ વર્ષથી પુ હરિપ્રસાદ સ્વામી અને શાસ્ત્રી નિર્લેપદાસજી સેવા આપી રહ્યા છે..તેમની કથા અને યુવકોનાં સમર્પણ ને બિરદાવીને સંતોએ આશીર્વાદ આપ્યા હતા. 



અમેરિકાની ધરતી પર પેનેસિલવેનિયાના ટેલફોર્ડ મુકામે સ્વામિનારાયણ મંદિર  જુનાગઢધામનું નિર્માણ કાર્ય રમેશભાઈ ધાનાણીના નેતૃત્વમાં સંપન્ન થયું ત્યારે પ્રતિષ્ઠા પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર પુ નિત્યસ્વરુપ સ્વામીના વક્તાપદે શ્રી સત્સંગિજીવન કથા અને જગદીશભાઈ શુક્લ ઉમરેઠના નેતૃત્વમાં યજ્ઞવિધિ સંપન્ન થઈ. 



આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ , પુજ્ય લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજ, ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી , મુખ્ય કોઠારીશ્રી ડો. સંતવલ્લભ સ્વામી , શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી , સત્સંગ મહાસભા , શાસ્ત્રી નારાયણચરણ સ્વામી વ્રજભુમિ , પી પી સ્વામી , સરજુદાસાનંદ સ્વામી જુનાગઢ , શાસ્ત્રીશ્રી હરિપ્રસાદજી ગઢપુર વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા..

Reporter: News Plus

Related Post