નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં 25 જૂને 'સંવિધાન હત્યા દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.
તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતાં દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો.
ભારત સરકાર દર વર્ષે 25 જૂને 'સંવિધાન હત્યા દિવસ' ના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેમને 1975 ના ઇમરજન્સી અમાનવીય દર્દ સહન કર્યું છે.
Reporter: News Plus