News Portal...

Breaking News :

મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઇ

2024-07-16 16:01:26
મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઇ


મહોરમ પર્વ નિમિત્તે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના વિસ્તારની અંદર અનેકવિધ આકારના રંગબેરંગી આકર્ષક તાજીયાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે આ તમામ તાજીયાઓને આવતીકાલે જુલુસમાં સામેલ કરવા માટે અંદરથી બહાર લાવવામાં આવશે અને ત્યારબાદ આ તમામ તાજીયાઓને શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવશે. 


વર્ષોથી મહોરમ પર્વ નિમિત્તે સરસિયા તળાવ ખાતે જ મુસ્લિમ બિરાદરો પોતાના તાજીયાને ઠંડા કરવાની કામગીરી કરતા હોય છે. કુરબાનીની યાદમાં મનાવવામાં આવતા આ મહોરમના તહેવારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તાજીયાના જુલુસમાં જોડાતા હોય છે. સરસિયા તળાવ ખાતે જ્યાં તાજીયા ઠંડા કરવાની કામગીરી આવતીકાલે થવાની છે તે તળાવ ખાતે પાલિકાના સાફ સફાઈ સેવકો દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરસિયા તળાવ ખાતે મોડી રાત સુધીને મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા ઠંડા કરવાની પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા પણ જરૂરી રોશની માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


ઉપરાંત પાલિકાની દબાણ શાખા દ્વારા સરશીયા તળાવની આસપાસ તાજીયા વિસર્જનની કામગીરીમાં નડતરરૂપ થયેલા દબાણોને હટાવવાની કામગીરી કરવામાં આવી જતી. આવતીકાલે બપોર થી મોડી રાત સુધીને શહેરના રાજમાર્ગો પર તાજીયા માટે ઝુલુસ યાત્રા નીકળવાની છે .આ ઝુલુસ યાત્રાનું સમાપન સરસીયા તળાવ ખાતે કરવામાં આવશે પોલીસ વિભાગ દ્વારા પણ શાંતિ ડહોળાઈ નહીં તે માટે અને કાયદોની વ્યવસ્થાની જાળવણી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ને તાત્કાલિક હટાવવાની કામગીરી પણ પાલિકાએ હાથે ધરી હતી.

Reporter: admin

Related Post