શહેરના વિવિધ પોલીસ મથકોના મતદાન મથકની ફરજ પર મૂકવામાં આવેલા સીટી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોએ તેમના મતદાન મથકે વડીલો અને અસહાય,દિવ્યાંગ મતદારો સરળતા થી મતદાન કરી શકે તે માટે સંવેદના સાથે,તેમને મદદરૂપ બનતા જોવા મળ્યા હતા. વર્દીમાં માનવતા ના આ દ્રશ્યો હૃદયસ્પર્શી બન્યા હતા.
આમ તો પોલીસ જવાનોની ફરજ મતદાન મથકે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મતદાનને શાંતિપૂર્ણ રાખવાની છે.
જો કે એ ફરજો બજાવવાની સાથે મતદાન મથકો પર જવાનો અને પોલીસ યુવતીઓ અપંગ અને અસહાય મતદારોને ટેકો આપીને મતદાન કેન્દ્ર સુધી લઈ જતા કે ત્યાં થી પરત લાવતા જોવા મળ્યા હતા.આમ વડોદરા પોલીસે સોશિયલ પોલીસિંગ એટલે કે સમાજલક્ષી પોલીસ કર્મનો ઉમદા દાખલો બેસાડ્યો હતો...
Reporter: News Plus