મતદાન સમયે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે ; પ્રભુ ભક્તિમાં મન અપાય અને રાષ્ટ્ર ભક્તિમાં મત અપાય. પ્રભુ ભક્તિમાં મન જોડાય ત્યારે ભગવાન માટેનો વિશ્વાસ અને શ્રદ્ધા વધે અને ભક્તિનો વિકાસ થાય. રાષ્ટ્રભક્તિમાં જયારે આપણે મત આપીએ છીએ ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય છે.
પ્રભુભક્તિમાં જયારે મન સ્થિર થાય છે ત્યારે ભક્તિનો આનંદ આવે છે. એમ રાષ્ટ્રભક્તિમાં જયારે સ્થિર સરકારને આપનો મત સમર્પિત થાય છે ત્યારે જઈને રાષ્ટ્રના વિભિન્ન કાર્યો થકી રાષ્ટ્રના વિકાસ થકી આપણને આનંદ પ્રાપ્ત થાય છે. એક સ્થિર અને મજબૂત સરકાર અર્થે આપનો મત મહત્વનો છે અને આવશ્યક છે.
વ્રજધામ સંકુલના ગાદીપતિ પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીએ VYO ના 100 થી વધુ કાર્યકર્તાઓની સાથે મતદાન કર્યું એવા સમયે આપશ્રીએ સમગ્ર સમાજને અપીલ કરી હતી કે જે કોઈ નાગરિકે મત અધિકારનું વહન ના કર્યું હોય તેઓએ પોતાનો મત મતદાન સમય સીમાને ધ્યાનમાં લઈને ચોક્કસપણે મત આપવો જોઈએ.
Reporter: News Plus