News Portal...

Breaking News :

તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું

2024-08-08 11:40:36
તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું


શહેરમાં 12 ઓગસ્ટ થી 15 મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે.તિરંગા યાત્રા સહિત અને કાર્યક્રમો યોજવામાં આવશે. 


તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા 12 ઓગસ્ટથી લઈને 15 મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. શહેરમાં તિરંગા યાત્રા 12 મી ઓગસ્ટ યોજનાર હોય તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે.તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેવા હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર ની સાથે વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળનો તાગ મેળવ્યો હતો. 


કેવી રીતે યાત્રા શરૂ કરવામાં આવશે કે ક્યાં ગેટ મૂકવામાં આવશે સુવ્યવસ્થા કરવામાં આવશે લોકોને અગવડતા ન પડે તેના માટે પાર્કિંગની સુચારૂ વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ પોતાનો એક્શન પ્લાન રેડી કરવા શહેરમાં આવેલા નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા. શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, તેમજ અન્ય પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post