ઠકરાની ત્રીજના દિવસે વૈષ્ણવોના વ્રજ સુખધામ હવેલી ખાતે વલ્લભને ઝુલે ઝુલાવવામાં વૈષ્ણવોનું કીડીયારું ઉભરાયું.
પુષ્ટિ સંપ્રદાયમાં ઠકરાની ત્રીજ દિવસ પ્રભુ કૃષ્ણ સ્વામીજી કે સાથ ઝૂલે એમ યુગલ સ્વરૂપે હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા જે અંતર્ગત ગોકુલના ઠકરાની ઘાટ ઉપર યમુનાષ્ટક સ્તોત્રની રચના મહાપ્રભુજીએ કરી હતી આમ વલ્લભ અને મૉ યમુનાજી ની કૃપા વગર પ્રભુ ન મળે તે વાસ્તે સાક્ષાત મૉ યમુનાજી સ્વરૂપ અમ્માજી,તૃતીય પીઠાધેશ્વર વૈષ્ણવોના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ ડો વાગીશકુમારજી મહારાજ, વંદનીય વહુજી મહારાજ, લાલન પૂ. વેદાંત કુમારજી મહોદય, પૂજ્ય સિદ્ધાંતકુમારજી મહોદય ના મંગલમય ઉપસ્થિતિમાં સુખધામ હવેલી ખાતે વિશે શણગારેલ જુલામા વૈષ્ણવો દ્વારા ઝુલામાં ઝુલાવીને હરિને હેતથી ઝૂલે ઝુલાવવાનો અવસર એમ વલ્લભને શણગારેલ હીંચકામાં ઝુલાવા માટે કતારો લાગી હતી.
પૂજ્યઓના ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વૈષ્ણવો ભાવ વિભોર બન્યા પૂજ્યઓએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. અલૌકિક દર્શનનો બહુમૂલ્ય લ્હાવો લઈને ધન્યતા અનુભવી.
Reporter: admin