News Portal...

Breaking News :

RBI એ રેપો રેટ પહેલાના સ્તર 6.5 ટકાના દરે યથાવત રાખ્યો

2024-08-08 10:29:09
RBI એ રેપો રેટ પહેલાના સ્તર  6.5 ટકાના દરે યથાવત રાખ્યો


મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી એકવાર વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેતાં 6.5 ટકાના દરે વ્યાજદર યથાવત્ રાખ્યા છે. 


દેશમાં વધતી મોંઘવારીને જોતાં આરબીઆઈએ તેની ઓગસ્ટની નાણાકીય સમીક્ષા દરમિયાન રેપો રેટને પહેલાના સ્તર એટલે કે 6.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. આ સતત નવમી વખત છે જ્યારે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


છેલ્લે રેપો રેટમાં ફેબ્રુઆરી 2023માં ફેરફાર કરાયા હતા. ગત 25 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કેન્દ્રીય બેન્કે આટલા લાંબા સમય સુધી રેપો રેટમાં કોઈ ચેન્જ કર્યા નથી. નાણાકીય નીતિ સમિતિની બેઠક 6થી 8 ઓગસ્ટ વચ્ચે યોજાઈ હતી. બેઠકના છેલ્લા દિવસે 6 સભ્યોની સમિતિએ 4-2ની બહુમતી સાથે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

Reporter: admin

Related Post