બેંગલુરુઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે.
ઇસરોએ તેને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-8 (ઇઓએસ-8) નામ આપવામાં આવ્યું છે, એમ ઈસરોના અધિકારીએ જણાવ્યું હતું.ઇઓએસ-8ને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએસએલવી -ડી3થી લોન્ચ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે ઇઓએસ-8 સેટેલાઇટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિશનનો ઉદ્દેશ્ય દેશ અને દુનિયાભરમાં કુદરતી આફતોનું અવલોકન કરવાનો અને એલર્ટ સામેલ છે.ઇસરોએ જણાવ્યું હતું કે ઇઓએસ-8 સેટેલાઇનને 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના દિવસે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે.
ઇઓએસ-8 અભિયાનનો પ્રાથમિક ઉદ્દેશ્યો માઇક્રો ઉપગ્રહની ડિઝાઇન તૈયાર કરવી અને પેલોડ ડિવાઇસ બનાવવું તથા ભવિષ્યના ઉપગ્રહો માટે આવશ્યક નવી ટેકનોલોજી સામેલ કરવાનો છે.ઇઓએસ-8માં ત્રણ પેલોડ છે-ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇન સિસ્ટમ-રિફ્લેક્ટોમેટ્રી પેલોડ અને સીઆઇસી યુવી ડોસીમીટર છે. ઇઓએસ-8 આઇએમએસ-1 માઇક્રો સેટેલાઇટ બસ પર બનેલ છે અને તેમાં ત્રણ પેલોડ રાખવામાં આવ્યા છે.
Reporter: admin