નવી દિલ્હી: ઓલમ્પિકમાંથી બહાર થયા બાદ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે ગુરુવારે રેસલિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
પેરિસ ઓલિમ્પિકની 50Kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલમાં ગેરલાયક જાહેર થયા બાદ વિનેશ ફોગાટ ખૂબ જ નિરાશ હતી.વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું,મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. કુસ્તી અલવિદા 2001-2024 . હું હંમેશા તમારા બધાની ઋણી રહીશ, માફ કરજો.
ઓલિમ્પિક રેસલિંગ ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા બન્યા બાદ વિનેશ ઇતિહાસ રચવાની નજીક હતી.ગોલ્ડમેડલ માટેના મેચના થોડા કલાકો પહેલા બુધવારે સવારે વેઇટ-ઇન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિનેશને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ભારતીય મહિલા રેસલરનું વજન 100 ગ્રામ વધુ હતું.
Reporter: