લોકસભા 2024 ની સામાન્ય ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ રીતે સજજ છે. વડોદરા પોલીસ કમિશનરે વડોદરા ની સુરક્ષા વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે વડોદરા મા આમ તો શાંત શહેર છે. તેમ છતાં વડોદરા મા અસામાજિક તત્વો તેમજ બુટલેગરો સક્રિય છે. તેમની સામે શહેર પોલીસે કડક પગલાં ભર્યા છે. લોકો સભાની ચૂંટણી શાંતિ થી પૂર્ણ થાય તેવો ઉદ્દેશ શહેર પોલીસ તંત્ર નો છે જે માટે પોલીસ સક્રિય હોવાનું કહીંયુ હતું.વડોદરા ની વાત કરીએ તો વડોદરાના પોલીસ તંત્ર એ પણ તમામ જરૂરી પગલા ભરી લીધા છે.
ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અંગે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ્મા કોમરે માહિતી આપી હતી. વડોદરા શહેર પોલીસ ફ્રી ફેર ઇલેક્શન માટે તૈયાર છે તેમ જણાવી ઇલેક્શનના ભાગરૂપે જાણીતા , ખૂંખાર ગુનેગારો અને નામચીન બુટલેગરો સહિત ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે કાર્યવાહી અંગે તેમણે માહિતી આપી હતી સાથેજ હથિયારબંધીના અન્વયે પોલીસે લીધેલા પગલાં અંગે પણ તેમણે માહિતી આપી હતી વડોદરામાં સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેના આયોજન અંગે પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
નોંધનીય છે કે વડોદરાના પોલીસ કમિશનર એવા આઈપીએસ અધિકારી નરસિંમ્હા કોમર ને ચૂંટણી પંચ તરફથી ગુજરાત રાજ્યના ઇલેક્શનના નોડલ ઓફિસર તરીકેની નિમણુક આપવામાં આવી છે તેઓ વડોદરા ઉપરાંત સમગ્ર ગુજરાત ભરમાં પણ ઇલેક્શનના અનુસંધાને ધ્યાન રાખી જરૂરી માર્ગદર્શન પોલીસ વિભાગને પૂરું પાડી રહ્યા છે
Reporter: News Plus