News Portal...

Breaking News :

12 વર્ષ પછી આજે બપોરે 2 અને 29 મિનિટથી ગુરુ મહારાજનો વૃષભ રાશિમાં પ્રવેશ થશે

2024-04-30 19:02:01
12 વર્ષ પછી આજે બપોરે 2 અને 29 મિનિટથી ગુરુ મહારાજનો વૃષભ રાશિમાં પ્રવેશ થશે

12 વર્ષ પછી આજે બપોરે 2 અને 29 મિનિટે ગુરુ મહારાજનો વૃષભ રાશિમાં પ્રવેશ થશે ગુરુ મહારાજ એ નવગ્રહોમાં મંત્રી છે દેવતાઓ ના ગુરૂ છે  અને ગુરુ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો એક વિશેષ પ્રભાવ બારેઉ રાશિ પર જોવા મળે છે સાથે સમગ્ર બ્રહ્માંડમાં પણ તેનો એક વિશેષ પ્રભાવ હોય છે ગુરુ મહારાજ એ જ્ઞાન ,ધન,સંતાન, ધર્મ, વિદ્યા, આત્મબળ,પુણ્ય, વ્યાપાર, પરોપકાર ના કારક છે ગુરુ મહારાજ જે સ્થાન પર બેઠા હોય એ સ્થાન સંબંધી મિશ્રિત પણ આપે છે જ્યારે જ્યાં જ્યાં તેમની દ્રષ્ટિ પડે છે ત્યાં ત્યાં શુભ ફળ આપે છે ગુરુ મહારાજ જે સ્થાને બેઠા હોય ત્યાંથી પાંચ સાત અને નવમી દ્રષ્ટિએ જોતા હોય છે અને આ દ્રષ્ટિ ઓ શુભ માનવામાં આવે છે

ગુરુ મહારાજ જ્યારે પોતાના શત્રુ શુક્રની વૃષભ રાશિમાં પ્રવેશ કરવાના છે ત્યારે તેનો પ્રભાવ એક વિશેષ જ જોવા મળશે દેશ દુનિયા પર તેનો પ્રભાવ આક્રમક જોવા મળે વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા લોકો જોડે પણ તેનો પ્રભાવ વિશેષ જોવા મળે શેર બજાર સાથે જોડાયેલા લોકો જોડે પણ તેનો પ્રભાવ કંઈક અલગ જ જોવા મળે સાથે સરકારી ક્ષેત્રે સંકળાયેલા તમામ વર્ગો માટે પણ એક અલગ જ પ્રભાવ જોવા મળશે રાજકીય ક્ષેત્રે સંકળાયેલ રાજનેતાઓ પર વિશેષ પ્રભાવ જોવા મળશે ગુરુ મહારાજ 14 મે 2025 સુધી વૃષભ રાશિમાં રહેશે અને વર્તમાન ગ્રહગોચર અને ગુરુ મહારાજના વૃષભ રાશિના પ્રવેશ ને જોતા આગામી સમયનું ફળ કથન નું ગણિત જોતા દેશે દુનિયા માટે કપરા ચઢાવ જોવા મળે જન માણસ પર વિશેષ ઉગ્રતા જોવા મળે લોકો ત્રાહિમામ પોકારે એવા પણ માર્ચ 2025 સુધી ના યોગો છે 

 કલા ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે સારા પરિણામો જોવા મળે વિદ્યા ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે મિશ્ર પરિણામ જોવા મળે વિદ્યાર્થી વર્ગો માટે ખાસ કરીને વિશેષ મહેનત કરવી પડે તો ખૂબ જ લાભના પરિણામ જોવા મળે વર્તમાનમાં જે દેશો વચ્ચે ઉગ્રતા ચાલી રહી છે તેમાં કંઈક વિશેષ દેશો દેશોનું આગમન જોવા મળે ખાસ કરીને ખાદ્ય ચીજો વિદ્યા અભ્યાસની ચીજો વિદ્યા ક્ષેત્ર સોનુ ચાંદી અને ખનીજ ઉત્પાદન ના ભાવોમાં વધારો જોવા મળે ગુરુના વૃષભ રાશી ના પ્રભાવને કારણે અતિવૃષ્ટિના પ્રબળ યોગ બને ખાસ કરીને દુનિયામાં અનેકો દેશો માં પણ વાવાઝોડા ભૂકંપ અને આગજની, પુર ના યોગો જોવા મળે ટૂંકમાં વર્તમાન અને આગામી માર્ચ 2025 સુધી ના ગ્રહ ગોચર જોતા આ પ્રકાર ના પરિણામો મળવાની પ્રબળ શક્યતાઓ છે


બારેરાશિનાં જાતકો પર પણ તેનો વિશેષ પ્રભાવ જોવા મળે ખાસ કરી,મેષ, કર્ક,સિંહ,મકર,કુંભ રાશિ ના જાતકોને ને શુભ પ્રભાવ જોવા મળે જ્યારે વૃષભ,મિથુન,કન્યા,તુલા,વૃશ્ચિક,મીન રાશિ ના જાતકોને ને મિશ્ર પ્રભાવ જોવા મળે 


ગુરૂ મહારાજ ના અશુભ પ્રભાવ થી રક્ષણ મેળવવા ગુરૂ નું પૂજન ગુરુવારે વિષ્ણુસહસ્ત્ર ના પાઠ કરવા લાભ કારી


જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી

Reporter: News Plus

Related Post