News Portal...

Breaking News :

પ્રધાનમંત્રીશ્રી ના પ્રવાસમાં વડોદરા બાયપાસ, ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર કુલ ૬ વિજય વિશ્વાસ જન સભાઓ યોજશે

2024-04-30 18:55:27
પ્રધાનમંત્રીશ્રી ના પ્રવાસમાં વડોદરા બાયપાસ, ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર કુલ ૬ વિજય વિશ્વાસ જન સભાઓ યોજશે

 ન્યૂઝ પ્લસની ભવિષ્ય વાણી સચોટ ઠરી...

આખરે લોકસભા ચુંટણી અને વિધાનસભા પેટા ચુંટણીઓ માટે જન હૃદય સમ્રાટ અને ભાજપના મેગા મેગા સ્ટાર પ્રચારક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.તેઓ શ્રી તા. ૧ લી અને ૨ જી મે ના રોજ ગુજરાતના ચુંટણી પ્રવાસે આવી રહ્યા છે અને ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ૪૦૦ કે પાર નો નારો બુલંદ કરવાના છે.

  તેઓશ્રી મધ્ય ગુજરાતના આણંદ સહિત ૬ જગ્યાઓએ વિજય વિશ્વાસ જન સભાઓ યોજીને ભાજપના ઉમેદવારો માટે લોક સમર્થન દ્રઢ કરશે.

  જો કે મોદી સાહેબના ગુજરાત પ્રવાસમાં આ વખતે વડોદરાની બાયપાસ સર્જરી સોરી મુલાકાત બાયપાસ થઈ ગઈ છે.વડોદરાના બદલે આણંદ ઉમેરાયું છે.

ગુજરાત અસ્મિતા અને ન્યૂઝ પ્લસ દ્વારા એકાદ અઠવાડિયા અગાઉ મોદી સાહેબ વડોદરા નહિ આવે એવી આગાહી ૫૬ ની છાતી ઠોકીને કરવામાં આવી હતી.તે સમયે વડોદરાના કેટલાક અગ્રણીઓ એ આશ્ચર્ય તો બીજાઓએ થોડી નારાજગી વ્યક્ત કરી હતી.

  પરંતુ અમારી આગાહી આખરે સત્ય ઠરી છે.વડોદરા માં પસંદ થયેલા ઉમેદવાર સામે કોઈક ના ઇશારે વિદ્રોહ થયો અને નવા ઉમેદવારને પણ કેટલાક લોકોએ શરૂઆતમાં ઠંડો આવકાર આપ્યો.સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ગજગ્રાહ પાર્ટીના મોવડી મંડળની આંખે ચડી ગયો.અને વડોદરાની આ નાફરમાની સામે નારાજગી વ્યક્ત થતી હોય એ રીતે પ્રધાનમંત્રી પ્રવાસમાં થી આખરે વડોદરાની બાદબાકી થઈ.

  જો કે વડોદરામાં ભાજપ મજબૂત છે અને વિજય હાથવેંતમાં છે.અમિતભાઈ મોદી સાહેબ વતી વડોદરા વાસીઓ ને મળી ને ગયા છે.

  પરંતુ વડોદરાના સ્થાનિક નેતાઓ એ તેમને અવશ્ય નારાજ કર્યા છે એટલે તેઓ વ્હાલા વડોદરાને અડી ને પસાર થઈ જશે એવું અત્યારે તો નિશ્ચિત જણાય છે.

છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો મોદી સાહેબ આ વખતે ચુંટણી પ્રચાર માટે કર્મયોગનાં સ્થળ વડોદરામાં નહિ આવે.એમની નારાજગી વડોદરાના લોકો માટે તો નથી જ.સ્થાનિક નેતાઓ આ વાતની નોંધ લઇને આત્મ નિરીક્ષણ કરે અને એમની અઘરી કસોટી માં ફુલ્લી પાસ થવાનો પ્રયત્ન કરે એ સંદેશ આ  બાયપાસ ની ઘટનામાં થી મળે છે

Reporter: News Plus

Related Post