વડોદરા : ભાજપના નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા ૪ પાનાનો પત્રમાં જણાવ્યું કે, મજૂરોને પકડી પોલીસ હજારોનો દંડ કરે છે, જેને લઈ પાર્ટી અને કાર્યકરોમાં નારાજગી વધી છે. આ સાથે તેમના મતવિસ્તારના વિવિધ પ્રશ્નોનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
01. નર્મદા નદીમાં બોટિંગ કરતા પરિવારો રોજગારીથી વંચિત છે.
02. મજૂરોને પકડી પોલીસ હજારોનો દંડ કરે છે.
03.નર્મદા મુખ્ય કેનાલની જમણી બાજુએ આવેલા 28 ગામોને સિંચાઈનો લાભ મળે.
04.કરજણ ડેમની 16 કિમી વિસ્તારના 11 ગામો 20 વર્ષથિ સિંચાઈથી વંચિત છે.
05.દસ વર્ષથી કરજણ રિચાર્જ પ્રજેક્ટમાં આવતા ખેડૂતોને મળ્યું નથી.
06.સ્ટેચ્યૂ ઓફ યુનીટીમાં મુખ્ય પ્રશ્નોનો ઉકેલ લાવવો.
07.કેવડીયામાં તોડી નાખેલી સરકારી સ્કૂલની જમીન પર કોલેજ બનાવવી.
08.સ્ટેચ્યૂ ઓફ યુનીટીમાં સ્થાનિકોને રોજગારી મળે.
09.એકતાનગર ખાતે પિંક ઓટો રિક્ષા બંધ થતાં 30 રિક્ષાચાલક મહિલાઓ બેરોજગાર છે. 10.SOUમાં સ્થાનિકોની અવગણના કરી બહારના રાજ્યોમાંથી લોકોને નોકરી અપાય છે.
ધારાસભ્યએ પોલીસ વિભાગની ટીકા કરી નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના વિવિધ પ્રશ્નોને લઈ ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે મુખ્યમંત્રીને પત્ર થકી રજુઆત કરી છે. જેમાં વિવિધ 14 જેટલાં પ્રશ્નો પત્રમાં લખવામાં આવ્યાં છે. ધારાસભ્યએ સ્થાનિક મજૂરોના પ્રશ્નોને લઈ પોલીસ વિભાગની ટીકા પણ કરી છે. સાથે જ નાંદોદમાં બોટિંગ કરતા અનેક પરિવારોને બોટિંગનું લાયસન્સ ન મળવાથી તેઓ છેલ્લા છ મહિનાઓથી રોજગારીથી વંચિત હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેઓએ કેવડિયા કોલોની ખાતે જે સરકારી સ્કૂલ તોડવામાં આવી છે. તે જગ્યાએ વહેલી તકે સ્કૂલ અથવા કોલેજનું નિર્માણ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.
Reporter: admin