વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો છે ત્યારે તંત્ર રોગચાળો સામે ધીમી ગતિએ કામગીરી કરતું હોય અને વડોદરા શહેરમાં કોલેરા ટાઈફોડ, ઝાડા ઉલટી ના કેસોમાં વધારો થયો છે
ત્યારે વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ દત્ત નગર ખાતે છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો કર્યા છતાં અધિકારીઓ કહે છે કે આ પીવા લાયક પાણી છે અને આ વિસ્તારમાં ઘણા લોકો બીમાર પડી રહ્યા છે
ત્યારે સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક નગરસેવકોને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી સ્થાનિક લોકો દ્વારા અનેક વખત ઓનલાઇન ફરિયાદો કર્યા છતાં અધિકારીઓ અહી ધ્યાન આપતા નહિ ત્યારે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો
Reporter: