News Portal...

Breaking News :

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા હસ્તકની વેદ વ્યાસ પ્રાથમિક શાળા, ખટંબાના નવીન મકાનનું ખાતમુહૂ

2024-07-14 14:56:21
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા હસ્તકની વેદ વ્યાસ પ્રાથમિક શાળા, ખટંબાના નવીન મકાનનું ખાતમુહૂ


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત મહર્ષિ વેદ વ્યાસ પ્રાથમિક શાળા, ખટંબા ગામ ની પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત આજ રોજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન. ચેરમેન મિનેષભાઈ પંડ્યા, માન શાસનાધિકારી શ્વેતા પારગી, માન. સભ્યઓ, ગામના સરપંચ કમલેશભાઈ વાળંદ અને એસ.એમ.સી પરિવાર ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. 


વર્ષ 2020-21માં આ શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં સમાવિષ્ટ કરવામાં આવી હતી ત્યારે શાળાની પરિસ્થિતિ ધ્યાને લઈ ત્યાં નવીન શાળા નું નિર્માણ થાય તેમ જ વધુને વધુ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે અને આધુનિક સુવિધાઓ સાથેનો શાળા બિલ્ડીંગ મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ શાળાના નવીન મકાન માટે માન ચેરમેન મિનેષભાઈ પંડ્યાની સાથે સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ અને ગામના સરપંચના પ્રયત્નોથી નવીન શાળા મકાનનો ખાત મુહુર્ત આજે કરવામાં આવ્યું છે.


ખૂબ જ ટૂંકા ગાળામાં શાળામાં નવીન બિલ્ડીંગ નું નિર્માણ થશે અને વધુને વધુ વિદ્યાર્થીઓ આમાં અભ્યાસ કરે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. આ પ્રસંગે માન. શાસનાધિકારી શ્વેતા પારગી,નીપા પટણી,જીગ્નેશભાઈ પરીખ, આદિત્યભાઈ પટેલ,રણજીતભાઇ રાજપુત કિરણભાઈ સાલુંકે,વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે ગામના સરપંચ કમલેશભાઈ વાળંદ ની સાથે ગામના સામાજિક કાર્યકર્તાઓ તથા ગામના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


Reporter: admin

Related Post