પ્રોહીબીશનના ગુનામાં છોડી મુકવા માટે ગીર સોમનાથના ઉના પોલીસ મથકના પોલીસ સબ ઇન્પેક્ટર રૂ. 1 લાખની લાંચ લેવાના કેસમાં ઝડપાયા છે.
પ્રોહીબિશનના ગુનામાં આ કામના ફરીયાદીના મિત્રનુ નામ આરોપી તરીકે ખુલ્યું હતુ. જે ગુનાની તપાસ પીએસઆઇ એચ.કે વરુ દ્વારા કરવામાં આવી રહી હતી.
ફરીયાદીના મિત્રને ગુનાના કામે અટકાયત કરવામાં આવી હતી અને રીમાન્ડ દરમ્યાન ફરીયાદીના મિત્રને માર નહી મારવા તેમજ આ ગુનામાં ફરીયાદીનુ નામ આરોપી તરીકે નહી ખોલવાના અવેજ પેટે તેઓએ ફરીયાદી પાસે પ્રથમ પાંચ લાખ રૂપિયાની લાંચ ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂપીયા એક લાખ આપવા નક્કી કરેલ જે રકમ તેઓના મળતિયા વિજય જેઠવા નામના વ્યક્તિને આપી દેવા જણાવ્યું હતું.
જે અન્વયે લાંચના છટકાનું આયોજન કરતા વિજય જેઠવા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.કે વરુ વાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Reporter: News Plus