News Portal...

Breaking News :

લોકસભા ચૂંટણી પરિણામના દિવસે શેરબજારમાં ભારે ઉતાર ચડાવની સંભાવના વચ્ચે શેરબજાર દ્વારા સર્કિટ ફિલ્ટર લાગુ થશે

2024-05-30 18:30:57
લોકસભા ચૂંટણી પરિણામના દિવસે શેરબજારમાં ભારે ઉતાર ચડાવની સંભાવના વચ્ચે શેરબજાર દ્વારા સર્કિટ ફિલ્ટર લાગુ થશે





મુંબઈ : લોકસભા ચૂંટણીનાં પરિણામના દિવસે એટલે કે 4/6/2024 અને મંગળવાર ના રોજ શેરબજારમાં ભારે ઉતાર ચડાવની સંભાવના વચ્ચે શેરબજાર દ્વારા સર્કિટ ફિલ્ટર લાગુ થશે આ સમયે બજારની સ્થિતિ કેવી રહેશે એ અંગે જાહેરાત કરાઈ હતી.
જો ચૂંટણીનાં પરિણામ 1 વાગ્યા પહેલાં સ્પષ્ટ થઈ જશે અને માર્કેટ 10 ટકા ઉપર કે નીચે તરફ રહેશે તો એવા કિસ્સામાં 45 મિનિટ્સ માટે ટ્રેડિંગ અટકાવાશે.



જો બપોરે 1 વાગ્યા પછી અને 2:30 પહેલા 10% ની સર્કીટ આવશે તો 15 મિનિટ માર્કેટ કલોઝ રહેશે, અને 15 મિનિટ્સ પ્રી- ઓપન કોલ ઓક્શન સેશન રહેશે.
15 ટકાની સર્કિટના કિસ્સામાં બપોરે 1 વાગ્યા પહેલાં લાગશે તો બજાર 1 કલાક અને 45મિનિટ્સ માટે થંભી જશે અને તે પછી 15 મિનિટ્સ પ્રી-ઓપન સેશન રહેશે.




બપોરે 1થી 2.30 વાગ્યા દરમિયાન 45 મિનિટ્સ બજાર બંધ રહેશે અને તે પછી 15 મિનિટ્સ પ્રી-ઓપન સેશન રહેશે, જ્યારે 2 વાગ્યા પછી સર્કિટ લાગશે તો તે પછી કામકાજ નહીં થાય.
 જ્યારે 20 ટકાની સર્કિટ બજાર કામકાજ દરમિયાન લાગશે તો કામકાજ થંભી જશે.

Reporter: News Plus

Related Post