વડોદરા : દશેરાની સાંજે પોલોગ્રાઉન્ડ ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા યોજાતી રામલીલા 1 કલાક મોડી શરૂ થઈ હતી. જ્યારે વિભીષણ સહિતના કેટલાક સીન લાંબા ચાલતાં રામલીલા રાતે 10:45 વાગ્યા સુધીમાં પૂરી થઈ હતી.
જેને પગલે રાવણ દહન ચાલુ વર્ષે 2 કલાક મોડું થયું હતું. જ્યારે ભેજને કારણે પૂતળાનું દહન પણ ધીમે ધીમે થઈ રહ્યું હતું. નિકા દ્વારા આયોજિત રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમમાં પાછલાં 43 વર્ષમાં પ્રથમ વખત રાવણ દહન રાતે 11 વાગ્યા સુધીમાં થયું હતું. જેના કારણે પોલોગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહન જોવા આવેલા લોકો પણ કંટાળ્યાં હતાં. પોલોગ્રાઉન્ડ ખાતે દર વર્ષે સાંજે 6 વાગતા રામલીલાનું મંચન શરૂ થતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે 7 વાગ્યાની આસપાસ શરૂ થયું હતું. જ્યારે આયોજકોના જણાવ્યા અનુસાર, વિભીષણ સહિતના કેટલાક સીન લાંબા ચાલ્યા હતા, જેને કારણે રાવણ દહનનો કાર્યક્રમ મોડો થયો હતો. ચાલુ વર્ષે આ વર્ષે રામ-રાવણના યુદ્ધ બાદ રામ, લક્ષ્મણ અને સીતાજી અયોધ્યામાં પ્રવેશતાં જ રામરાજ્યની સ્થાપના કરાઈ હતી.
ત્યારબાદ ફ્લેશબેકમાં રામલીલાનું મંચન કરાયું હતું. જ્યારે રાતે 11 વાગે પૂતળાનું દહન કરાયું હતું. દર વર્ષે રાતે 9 વાગ્યા સુધીમાં રાવણના પૂતળાનું દહન કરી દેવાતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે રાવણ દહનમાં 2 કલાક મોડું થયું હતું. સાથે રાવણ મેઘનાથ અને કુંભકર્ણ પર વીંટાયેલા પ્લાસ્ટિક ના કારણે રાવણ સંપૂર્ણ બળી શક્યો હતો અને વડોદરાની જનતા સાંજના છ કલાકથી રાવણ દહન જોવા આવી પહોંચી હતી સાથે બાળકો પણ ઉમટી પડ્યા હતા ત્યારે રાવણ દહન બે કલાક મોડું કરાતા ત્યાં ઉભેલા મહિલાઓ અને બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા સાથે બાળકો અને રાવણ દહન જોવા આવેલા દર્શકોએ બૂમબરાળા શરૂ કરવામાં આવ્યા હતા સાથે પોલો ગ્રાઉન્ડ ખાતે 50 હજાર થી વધુ લોકો હાજર હતા.
Reporter: admin