News Portal...

Breaking News :

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાતિ, વર્ગ અને લિંગના આધારે પણ ઘણો ભેદભાવ : કોંકણા સેન

2024-10-13 11:13:03
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાતિ, વર્ગ અને લિંગના આધારે પણ ઘણો ભેદભાવ : કોંકણા સેન


મુંબઈ : 'ફિલ્મ સેટ્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માત્ર મહિલાઓના આધારે જ નહીં પરંતુ જાતિ, વર્ગ અને લિંગના આધારે પણ ઘણો ભેદભાવ કરે છે.  તેમ પ્રખ્યાત અભિનેત્રી કોંકણા સેને ધડાકો કર્યો છે. 


અહીં ઘણો ભેદભાવ છે. સ્ટાર્સ પણ અન્ય નાના કલાકારોને સાથે બેસીને જમવા નથી દેતા. કોને ક્યાં બેસવાની છૂટ છે અને કોને નહીં? કોને શું ખાવાની છૂટ છે? કોનું બાથરૂમ ક્યાં છે? આ બધું જ જાતિના આધારે નક્કી કરવામાં આવે છે.' કોંકણા સેને એ પણ કહ્યું કે, 'બોલિવૂડમાં મહિલા કલાકારોને ઘરના ફર્નિચરની જેમ ગણવામાં આવે છે. તેઓ માત્ર દેખાડો માટે છે. સિનિયર કલાકારોને જ ફિલ્મના સેટ પર સન્માન મળે છે. બાકીના લોકો ‘ફર્નિચર’ જેવા માનવામાં આવે છે. 


નાની નાની બાબતો પર અપમાનનો સામનો કરવો પડે છે. આવા  વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે.'કોંકણા સેને એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા છે. મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં બનેલી હેમા કમિટીના રિપોર્ટ પર અભિનેત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંકણા એ વાત પર સહમત થઈ કે બોલિવૂડમાં પણ આવી કમિટી બનાવવી જોઈએ. બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ અને કલાકારોએ શોષણનો સામનો કરવો પડ્યો છે.

Reporter: admin

Related Post