ઢાકા : બાંગ્લાદેશમાં પાંચ દિવસીય હિંદુ તહેવાર દુર્ગા પૂજાની શરૂઆત બુધવારે થઈ હતી.
દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન ઇસ્લામિક કટ્ટરવાદીઓએ આચરેલી હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. રાજધાની ઢાકાના તાંતીબજારમા પૂજા મંડપમાં હુમલો કરવામાં આવ્યો હતો. સાતખીરામાં આવેલા પ્રસિદ્ધ જેશોરેશ્વરી કાલી મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભેટમાં આપવામાં આવેલા સોનાના મુગટની ચોરી થઈ છે. જ્યારે, રાજધાનીથી લગભગ ૨૫૦ કિમી દૂર ચટગાંવમાં ગુરુવારે દુર્ગા પૂજા દરમિયાન ઇસ્લામિક ગીતો ગવાતા હતા, અહીંયા કટ્ટરવાદીઓએ પંડાલ પર કબજો કરી લીધો હતો. એક વીડિયોમાં દુર્ગા પૂજા અટકાવવાની માગ સાથે કટ્ટરવાદીઓ રસ્તા પર રેલી કરતા જોવા મળ્યા હતા.
આ સિવાય સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દુર્ગા પૂજા પંડાલમાં પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના સામે આવી હતી. બાંગ્લાદેશના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં ૩૨,૦૦૦થી વધુ મંડપોમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન બનેેલી હિંસક ઘટનાઓના મામલાઓમાં કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશના હિંદુ સમાજનું કહેવું છે કે, તેઓ ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યાં છે અને મંદિરો તથા પૂજા પંડાલો છાવણીમાં ફેરવાઈ ગયા છે. ભારત સરકારે શનિવારે બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો અને પૂજા પંડાલો પર થયેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બાંગ્લાદેશ સરકારને હિંદુઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશના ૮ ટકા હિંદુઓ પર હુમલાઓની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ દુર્ગા પુજાનું આયોજન કરનારાઓની સામે પણ કેસ દાખલ કરી રહી છ.
Reporter: admin