દાણચોર દાઉદ ઘાતકી અને દેશદ્રોહી ત્રાસવાદી બની ગયો.તેની આ વિષ ભરેલી જીવન યાત્રામાં કમનસીબે વડોદરા એક પડાવ બન્યું અને વડોદરાના કપાળે કદાચ એક કાળી ટીલી લાગી એવું કહી શકાય.
વડોદરાના પાદરે જે બનાવ આકસ્મિક ગોળી છૂટવાની ઘટના તરીકે નોંધાયો એ વાસ્તવમાં બે ગુંડા ટોળીઓ વચ્ચેનો સંઘર્ષ હતો એવું જાણકારોનું માનવું છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે એમાં થયું એવું કે દાણચોરીના ધંધામાં દાઉદ અને પઠાણ ગેંગના આલમઝેબ વચ્ચે ખૂંખાર હરીફાઈ હતી.બંને એકબીજાને પાડવાના દાવપેચ રમતા અને એકબીજા વિરુદ્ધ પોલીસના બાતમીદાર પણ બની જતા.વડોદરાની ઘટના એની જ એક કડી અને દાઉદના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની ગઈ.
જાણકારોના જણાવ્યા પ્રમાણે આ કથાનો ઉપસંહાર કંઇક આવો છે.
દાઉદનો દાણચોરીનો માલ ગુજરાતના એક બંદરે ઉતર્યો હતો અને એ માલને હેમખેમ છોડાવવા દાઉદ સાથીઓ સાથે ત્યાં પહોંચ્યો હતો.વિરોધી ગેંગને આની ગંધ આવી જતાં માલ બંદર પર પકડાવી દેવાના કારસા રચાયા.
જો કે દાઉદ ગોઠવણ કરવામાં સફળ રહેતા આલમઝેબ ગેંગે એનો પીછો કર્યો અને વડોદરાના મુંબઈ તરફના પાદરમાં એના પર ગોળીબાર થયો જેમાં એ અને એના સાથી ઘવાયા અને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં લઈ આવ્યા.
આ દરમિયાન કહેવાય છે કે કસ્ટમ કમિશનર અમદાવાદ તેને ટ્રેક કરી રહ્યા હતા. વડોદરામાં બનાવ બન્યા કસ્ટમ કમિશનરે પોલીસ કમિશનર પી.કે.દત્તાને જાણકારી આપ હતી. વડોદરાની પોલીસ કમિશનર કચેરીમાં કસ્ટમર કમિશનરની સામે દાઉદનું ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. દાઉદને મળવા આવેલી એક બુરખાધારી મહિલા કવરમાં હિસાબ લઈને સયાજી હોસ્પિટલમાં આવી હતી ત્યાં પોલીસની સામે તે પકડાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસને ઇજાગ્રસ્ત વ્યક્તિ એ નામચીન દાણચોર દાઉદ હોવાની ખાતરી થઈ. 25 જેટલા મોટા ગજાનાં સ્મગલરો દાઉદને મળવા એસએસજી હોસ્પિટલનાં સંકૂલમાં આવ્યા હતા.
દવાખાનામાંથી મુક્તિ પછી એનું ઈન્ટ્રોગેશન થયું. ઉચ્ચ પોલીસ અધિકારીની કચેરીમાં એની સઘન પૂછપરછ થઈ.
દાઉદ પર થયેલું ફાયરિંગ ઓલ ઇન્ડિયામાં પ્રસરે નહીં તેના માટે અને તેની ઈમેજ ખરાબ ના થાય તે માટે શસ્ત્ર ધારા હેઠળ માત્ર ગેર કાયદેસર હથિયારોનો જ કેસ નોંધાયો.
જો કે દાઉદના ક્યાં અને કેવા અંકોડા ભિડાયા,કોઈ રહસ્યમય ગોઠવણ થઈ,કોઈ રાજકીય દબાણ આવ્યું,શું થયું એની ખબર નથી પણ એની સામે માત્ર શસ્ત્ર ધારા હેઠળ ગેર કાયદેસર હથિયારોનો કેસ નોંધાયો.એને ૨૫ હજારની સોલ્વન્સી સામે જામીન પણ મળી ગયા !! મુંબઈ પોલીસ, કસ્ટમ્સ, ગુજરાત પોલીસનાં સંકલનનો અભાવ હતો.
દાઉદનો હાથ હંમેશા ઊંચો રહ્યો.એનો હરીફ આલમઝેબ સુરતમાં ભાગવા જતાં એન્કાઉન્ટર માં મરાયો
આલમઝેબ ત્યારબાદ મુંબઈ અને પછી સુરત ખાતે ગુપ્ત સ્થળ ઉપર રહેવા જતો રહ્યો હતો. જો કે આજુબાજુમાં તેની હિલચાલ પર નજર હતી. પોલીસ પણ તેની પાછળ પડી ગઈ હતી. અને ઈમ્પોર્ટેડ વેપન પણ તેની પાસે હતું. જ્યારે પોલીસ તેનો પીછો કરતી હતી ત્યારે તે મકાનમાંથી પાઈપ વડે નીચે ઉતરતા પાઇપ તૂટી ગઈ હતી અને તે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. તો કે ત્યારબાદ તે ચાલતો ચાલતો ઝુપડપટ્ટી બાજુ જતા ત્યાંના રહેવાસીઓ તેને ચોર સમજીને લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા તેનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું હતું.
પછી તો દાઉદનો હાથ હંમેશા ઊંચો રહ્યો.એનો હરીફ આલમઝેબ સુરતમાં ભાગવા જતાં એન્કાઉન્ટર માં મરાયો.
દાઉદ દાણચોર માં થી કટ્ટર દેશદ્રોહી અને આતંકવાદી બન્યો.
દેશનો ખૂબ ઝડપ થી ઊંચે આવી રહેલો દાણચોર લગભગ તો માત્ર વડોદરામાં ઝડપાયો અને એની ઉપર દાણચોરીનો ગુનો પણ ના લાગ્યો. એ જામીન પર છૂટી પણ ગયો.નસીબનો આ બળિયા નું ભાગ્ય વડોદરાએ પલટ્યું. એ દાણચોર માં થી કટ્ટર દેશદ્રોહી અને આતંકવાદી બન્યો.વડોદરામાં ક્યાંક એવું કાચું કપાયું કે બોરડીના કાંટા જેવો દાઉદ બાવળનો કાંટો બની ગયો.
દાઉદને ઝબ્બે કરવાની અને દેશના માથે થી એક મોટી આફત નિવારવાની તક વડોદરા ચૂકી ગયું.વડોદરા માટે ભાગેડુ ગુનેગાર અને દેશનો ગદ્દાર દાઉદ આજે આતંકવાદ પોષક દેશ પાકિસ્તાનનો મોંઘેરો મહેમાન છે અને ત્યાં બેઠા બેઠા એ ભારતને પીડે છે.એને માટે વડોદરામાં શૂળીનો ઘા સોય થી ટળ્યો પણ દેશના ગળે એ ગુંગળવતો ટુંપો બની ગયો..
આંખ બંધ રાખીને ચોકીદારી કરવાનો કોઈ મતલબ રહેતો નથી.
*સરકાર ભલે આતંકવાદીઓને કદી અમે છોડીશું નહીં તેવી ગેરંટી આપતી હોય પરંતુ દાઉદના કિસ્સામાં કંઈ ઊલટું થયું છે. પાકિસ્તાન બેઠા બેઠા એ પોતાની જાતને નિર્દોષ છોડાવી શક્યો છે.સરકારને ઈશારે ચાલતી સરકારી વકીલોની ફોજ, કાયદા વિભાગ, ગુજરાત પોલીસ, વડોદરા પોલીસ, સ્ટેટ આઇબી, સેન્ટ્રલ આઈ.બી.,ગૃહ વિભાગ ઉંઘતું ઝડપાયું.હવે મોડે મોડે અપીલની કાર્યવાહી કરાશે.ફાસફૂસીયા આરોપીને પકડીને પ્રેસ કોન્ફરન્સ કરનારા પોલીસ અધિકારીઓ આ ઘટના ક્રમમાંથી શીખ લે.આંખ બંધ રાખીને ચોકીદારી કરવાનો કોઈ મતલબ રહેતો નથી.*
Reporter: News Plus