News Portal...

Breaking News :

રોડ પર સરેઆમ વેચાણ માટેની વસ્તુઓનો ઢગલો અને વાહનોનું પાર્કિંગ

2024-06-03 17:35:32
રોડ પર સરેઆમ વેચાણ માટેની વસ્તુઓનો ઢગલો અને વાહનોનું પાર્કિંગ


ખંડેરાવ માર્કેટ ખાતે વડોદરા મહાનગર પાલિકાની મુખ્ય કચેરી આવેલી છે અને બધા મોટા બાબુઓ ત્યાં બેસે છે.આ બાબુઓ ની સાથે પ્રજાએ ચુંટેલા સાહેબો ત્યાં બિરાજે છે.


આ બધા દિવસમાં એકાદ બે વાર તો માર્કેટ ચાર રસ્તા થી ન્યાય મંદિર બાજુ એ આવે ને જાય છે.પરંતુ આ જગ્યાએ સરેઆમ દબાણ ના ખેલને જોઈને જાણે કે બધા આંખો મીંચીને પસાર થઈ જાય છે.જોવું નહિ અને દાઝવું નહિ કે નરોવા કુંજરો વા ની આ વૃત્તિ બધાને કોઠે પડી ગઈ છે.ન્યાય મંદિર થી માર્કેટ તરફ જવાના રસ્તે ઈલેક્ટ્રોનિક અને વીજળીના સાધનો ની દુકાનો આવેલી છે.આ દુકાનદારો ખૂબ જ નીડર છે. વડા પાઉં અને અન્ય વાનગીઓ ની લારીઓ છે. એ લોકોને પણ કોઈનો ડર નથી.એટલે દુકાનદારો એ વીજળીના પંખા સહિત વેચાણની વસ્તુઓ નો દુકાનની સામે રસ્તા પર જ ખડકલો કર્યો છે.ફૂટપાથ પર તો કબ્જો કર્યો જ છે.બાકી રહેતું હોય તેમ રસ્તાના લગભગ અર્ધા ભાગ સુધી જાણે કે શો રૂમ બનાવી દીધો છે.અધૂરામાં પૂરું એની પણ આગળના ભાગે દુકાનદારો,એમના કર્મચારીઓ અને ગ્રાહકોના વાહનોનો ઢગલો ખડકાય છે.માર્કેટ થી ન્યાય મંદિર તરફ આવતા રસ્તે પણ ભારે અરાજકતા ની સ્થિતિ છે.ટેમ્પા અને રિક્ષાઓ નો ઢગલો,લારીઓ અને પથારાવાળા ,આ બધા ની વચ્ચે થી રસ્તો કરીને   વાહનો માંડ સરકે છે. પગે ચાલનારા નો ઈશ્વર સિવાય કોઈ બેલી નથી.



વેપાર કરવો એ દુકાનદારો નો અધિકાર છે.પરંતુ જાહેર રસ્તા પર માલ સામાન ખડકી ને રસ્તો રોકી દેવો,શો રૂમ બનાવી દેવો એ લુખ્ખી દાદાગીરી છે.ના ટ્રાફિક પોલીસ જુવે છે ના મનપાની દબાણ શાખા.ચોક્કસ કોઈ મોટી ટોપી અને સફેદ ડગલાં વાળાના આ લોકો પર હાથ છે..નેતા મહેરબાન તો દુકાનદાર પહેલવાન જેવી સ્થિતિ છે.આમ તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં આ હાલત છે.પરંતુ રાજમહેલ રોડ પરની પરિસ્થિતિ ચાર ચાસણી ચઢે એવી છે.આ શહેરના આ પ્રકારની મનોવૃત્તિ ધરાવતા વેપારીઓ ને સબક અને શિસ્ત શીખવાડવા ની તાતી જરૂર છે.પણ કોઈની વોટબેંકને હાથ અડાડવા ની હિંમત જેની માં એ શેર સૂંઠ ખાધી હોય એ કરે.અને એવો અધિકારી મળે એમ નથી.એટલે ચાલે છે એવું ચાલવા દો...

Reporter: News Plus

Related Post