વડોદરા: વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિતે સોમવારે વડોદરાના ફોટોગ્રાફર દ્વારા કીર્તિ મંદિર ખાતે ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશનનો ત્રિદિવસીય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. વડોદરાના નામાંકિત ફોટોગ્રાફરો દ્વારા ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું શહેરના કીર્તિ મંદિર ખાતે રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઈસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદજી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળું શુક્લ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ડેપ્યુટી મેયર શહેર ભાજપ મહામંત્રી સત્યેન કુલાબકર, પારુલ યુનિવર્સિટીના ચેરપર્સન દેવાંશુ પટેલ સહિત શહેરના વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના 10 ફોટોગ્રાફર વલ્લભભાઈ શાહ, જીગ્નેશ જોશી રણજીત સુર્વે, કેયુર ભાટીયા, પ્રણય શાહ, કમલેશ સુર્વે, અશ્વિનભાઈ રાજપુત, ભુપેન્દ્ર રાણા,કીર્તિ પંડયા,ચંદનગીરી દ્વારા પોતાના કેમેરામાં કંડારેલા અદભુત ફોટોગ્રાફ્સની પ્રદર્શની રવિવારથી ખુલ્લી મૂકવામાં આવી છે.જે આગામી 21 ઓગસ્ટ સવારે 10 થી સાંજના સાત કલાક સુધી ચાલુ રહેશે.
Reporter: