News Portal...

Breaking News :

ફિર વો હિ રફતાર બેઢંગી... સાયકલના વેપારીઓ સુધરવાનું નામ જ લેતા નથી..દબાણ હટે કે ફરી સાયકલો ગોઠવાઈ જાય.... શહેરના મદનઝાંપા રોડ પર ફિર વોહી રફતાર બેઢંગી જેવો ઘાટ છે.

2024-05-31 14:59:57
ફિર વો હિ રફતાર બેઢંગી...  સાયકલના વેપારીઓ સુધરવાનું નામ જ લેતા નથી..દબાણ હટે કે ફરી સાયકલો ગોઠવાઈ જાય....   શહેરના મદનઝાંપા રોડ પર ફિર વોહી રફતાર બેઢંગી જેવો ઘાટ છે.


 શહેરના મદનઝાંપા રોડ પર ફિર વોહી રફતાર બેઢંગી જેવો ઘાટ છે.સાયકલના વેપારીઓ હજાર પ્રયાસ છતાં સુધરવાનું નામ જ લેતા નથી. અહીં વારંવાર પોલીસ કે મનપા દ્વારા દબાણ હટાવવામાં આવે છે.પરંતુ જેવા દબાણ હટાવી ને જાય કે તુરત જ સાયકલો અને તેને લગતો સામાન પાછો હતો ત્યાંને ત્યાં ગોઠવાઈ જાય છે.
   આ રોડના ચતુર વેપારીઓ એ ફૂટપાથ ને તો દુકાનનો ભાગ બનાવી દીધી છે. અહીં દુકાનનો સામાન જ દેખાય ફૂટપાથ દેખાય જ નહિ.કારણ કે એના પર સામાન જ ગોઠવેલો હોય.


રાહદારીઓ અને ગ્રાહકોને આ જગ્યાએ રસ્તાઓ પર ચાલ્યા સિવાય છૂટકો નથી.દબાણો ને લીધે રસ્તો જાણે કે સંકોચાઈ ગયો છે.રસ્તા પર વાહનો ચલાવવા ના અને લોકોએ પણ ચાલવાનું.કોઈ ભટકાય તો ટાંટિયો ભાંગ્યો જ સમજો.સાયકલ બજારની વચ્ચે થી સાયકલ લઈને પસાર થવું અઘરું.
   હવે કદાચ આ રસ્તા પર દબાણ હટાવવા માટે ખૂબ કડકાઈ દાખવ્યા વગર છૂટકો નથી.આ લોકો દબાણ શાખા કે પોલીસને ગાંઠતા જ નથી.સ્થાનિક કોર્પોરેટર ને પણ ગાંઠતા નથી.પરિણામે બારેમાસ રસ્તા અને ફૂટપાથ પર દબાણ.
  એના ઉપાય તરીકે હવે રસ્તાઓ પર ગોઠવી હોય એવી સાયકલ અને એસેસરીઝ ને જપ્ત કરવાનો અંતિમ ઉપાય અજમાવવો જોઈએ.


એક મહિના સુધી સતત ઝુંબેશ ઉપાડી અભિયાન શરૂ કરવું પડશે.સાયકલો કે અન્ય જે કોઈ સામાન રસ્તા પર ગોઠવેલો જોવા મળે તો એ જપ્ત કરી લેવો અને છોડાવવા માટે ભારે દંડ ફટકારવો.આ સામાન છોડાવવા આવે તેને ભારે દંડ કરવો પડે. જે વેપારી ને એક વર્ષમાં ત્રણ વાર દંડ થાય એનું લાયસન્સ પહેલા તબક્કામાં બે મહિના માટે રદ કરી,મનપા સિલ કરે.
   સખત પગલાં ભર્યા સિવાય આ દુષણ અટકાવવા નું નથી. અહીં કડકાઈ સફળ થશે.. ભલ મનસાઈ નહિ.એટલે જુદી વ્યૂહ રચના ઘડીને ત્રાટક્યા સિવાય છૂટકો નથી

Reporter: News Plus

Related Post