મુંબઈ : સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે, જેને RBI જારી કરે છે. એસજીબીને ડીમેટનાં રૂપમાં પરિવર્તિત કરાવી શકાય છે. આ બોન્ડ 1 ગ્રામ સોનાનો હોય છે. એટલે કે 1 ગ્રામ સોનાની જે કિંમત હોય છે તે બોન્ડની કિંમત હોય છે.
સોવરેન ગોલ્ડ બોન્ડની મદદથી તમે 24 કેરેટનાં 99.9% શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો. ઓનલાઈન અપ્લાય કરવા પર અને ડિજિટલ પેમેંટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો ડિસકાઉન્ટ મળે છે. કોઈપણ વ્યક્તિ એક ફાઈનેંશિયલ યરમાં ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનામાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
થોડાક દિવસ પહેલાં જ સરકાર દ્વારા કેન્દ્રિય બજેટ-2024 રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટમાં સોના પરની એક્સપોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દેવામાં આવી છે. આ ઘટાડા બાદ સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને એને કારણે જ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારા લોકોને ઘણું નુકસાન થયું છે એવું કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ સરકાર આ સ્કીમ બંધ પણ કરી શકે છે એવી ચર્ચા પણ ચાલી રહી છે.
Reporter: