News Portal...

Breaking News :

ખેલાડીના પાસપોર્ટ પર જે જાતિ લખી હોય એ IOC સ્વીકારી લે છે.

2024-08-04 09:51:26
ખેલાડીના પાસપોર્ટ પર જે જાતિ લખી હોય એ IOC સ્વીકારી લે છે.



પેરિસ : અલ્જિરિયાની બોક્સર ‘ઈમાન ખલીફ’ અને ઈટાલીની ‘એન્જેલા કેરિની’ વચ્ચે ગુરુવારે બોક્સિંગનો એક મુકાબલો યોજાયો હતો. ફક્ત બે મુક્કા અને ગેમ ખતમ! ઈમાનના મુક્કા એટલા પાવરફૂલ હતા કે ફક્ત 46 સેકન્ડમાં જ એન્જેલાએ રમત છોડી દેવી પડી. 


પીડાની મારી એ રડી પડી હતી. બિલકુલ એવો જ બીજો કિસ્સો બન્યો બૉક્સિંગની એક અન્ય મેચમાં. ઉઝબેકિસ્તાનની ‘સિટોરા તાર્દીબેકોવા’ને તાઇવાનની ‘લિન યુ-ટીંગ’એ હરાવી દીધી હતી. બોક્સિંગમાં જીતનાર બંને ખેલાડી ઈમાન અને લિન મહિલા નહીં પુરુષ હોવાનો વિવાદ ચગ્યો છે. ઈન્ટર. બોક્સિંગ એસોસિએશન(IBA)એ ઈમાન ખલીફ અને લિન યુ-ટીંગ બંનેને લિંગ પરીક્ષણમાં નિષ્ફળ જવા બદલ બોક્સિંગમાં ભાગ લેતી અટકાવી હતી. છતાં બંનેને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી મળી ગઈ. કઈ રીતે? બોક્સિંગ એસોસિએશને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (ioc) પર આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે.IBAના 'લિંગ ટેસ્ટ'માં નાપાસ થયેલા અને પરિણામે અયોગ્ય ઠેરવાયેલા બોક્સર્સને તો પછી પેરિસ ઓલિમ્પિકમાં રમવાની તક કેવી રીતે મળી? 


આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. IBAના પ્રશ્નોના જવાબમાં IOC એ એવું કહ્યું છે કે, 'બંને બોક્સર IBA ના મનસ્વી નિર્ણયનો ભોગ બન્યા હતા. યોગ્ય પ્રક્રિયા વિના જ તેમને ગેરલાયક ઠેરવી દેવાયા હતા.’ ખેલાડી પ્રતિબંધિત દવાનું સેવન કરતો પકડાય તો IOC એના પર તરત પ્રતિબંધ મૂકે છે. લિંગ પરીક્ષણની વાત કરીએ તો ખેલાડીના પાસપોર્ટ પર એની જે જાતિ લખી હોય એ IOC સ્વીકારી લે છે. કહેવાની જરૂર ખરી કે, પાસપોર્ટ સાથે ચેડાં કરી શકાય.IBA યોગ્ય રીતે કામ ન કરતું હોવાનું કહીને IOC એ જૂન 2019 માં IBA ની ઓલિમ્પિક માન્યતા રદ કરી દીધી હતી. IBA પર ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટનું આયોજન કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

Reporter: admin

Related Post