News Portal...

Breaking News :

સોમાલિયાની રાજધાની મોગાદિશુના લિડો બીચ પર આતંકી હુમલો

2024-08-04 09:39:28
સોમાલિયાની રાજધાની મોગાદિશુના લિડો બીચ પર આતંકી હુમલો


સોમાલિયા : આતંકી હુમલો પૂર્વ આફ્રિકાના દેશ સોમાલિયામાં થયો છે. શુક્રવારે સોમાલિયાની રાજધાની મોગાદિશુના લિડો બીચ પર આતંકી હુમલો થયો છે. જે સમયે હુમલો થયો ત્યારે બીચ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી.


બીચ પર ફાયરિંગની સાથે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો, જેનાથી લોકોમાં હડકંપ મચી ગયો હતો.સોમાલિયાની રાજધાની મોગાદિશુના લિડો બીચ પર શુક્રવારે થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. અને 63 લોકો હાલ સુધીના આંકડા અનુસાર ઘાયલ થયા છે. 


આ હુમલામાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને 5 આતંકીઓને ઠાર કર્યા હતા. છઠ્ઠા આતંકવાદીએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.લિડો બીચ પર થયેલ આ આતંકવાદી હુમલો આતંકવાદી સંગઠન અલ શબાબ દ્વારા કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે આ સંગઠને રેડિયો સ્ટેશન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

Reporter: admin

Related Post