પેરિસ: અહીંના સ્પોર્ટ્સ વિલેજમાં વ્યવસ્થાનો અભાવ છે. ઘણા દેશોના ખેલાડીઓને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગરમીની સાથે ખેલાડીઓને ગંદા બાથરૂમનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો.
પેરિસમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે પરંતુ ભારતના રમત-ગમત મંત્રાલયે ભારતીય ખેલાડીઓની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. ભારતના મંત્રાલયે ખેલાડીઓના રૂમમાં એસી લગાવ્યા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાને શૂટિંગમાં મેડલ મળ્યા છે. તાજેતરમાં ભારતીય હોકી ટીમે પણ ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. ભારત માટે આ જીત ઐતિહાસિક હતી પરંતુ આ દરમિયાન ભારતીય ખેલાડીઓને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
પેરિસના સ્પોર્ટ્સ વિલેજમાં વ્યવસ્થાનો અભાવ છે. ઘણા દેશોના ખેલાડીઓને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગરમીની સાથે ખેલાડીઓને ગંદા બાથરૂમનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. પેરિસમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે પરંતુ રમત-ગમત મંત્રાલયે ભારતીય ખેલાડીઓની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. મંત્રાલયે ખેલાડીઓના રૂમમાં એસી લગાવ્યા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. હવે ખેલાડીઓને રાહત મળી છે.
Reporter: admin